Emergency: કંગનાની 'ઇમરજન્સી'માં સેન્સર બોર્ડે આ 10 સીન કાપવાના કહ્યાં, જાણો શું છે આ વિવાદિત સીનમાં
Emergency Gets UA Certification: 'ઇમરજન્સી'ના પ્રૉડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડે CBFC દ્વારા સૂચવવામાં આવેલા 10માંથી 9 સૂચન સાથે સંમત થયા હતા
Emergency Gets UA Certification: બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ 'ઇમરજન્સી' આજકાલ વિવાદોમાં સપડાઇ છે. પહેલા રિલીઝ પર રોક લાગી અને હવે સેન્સર બોર્ડ તરફથી એક મોટી રાહત પણ મળી છે. ભારે વિવાદ વચ્ચે સેન્સર બોર્ડે ફિલ્મને UA સર્ટિફિકેટ આપ્યું છે. હવે 'ઇમરજન્સી' ટૂંક સમયમાં થિયેટરોમાં આવી શકે છે પરંતુ આ માટે નિર્માતાઓએ પહેલા ફિલ્મમાં CBFC દ્વારા સૂચવવામાં આવેલા કટ અને ફેરફારો કરવા પડશે.
ધ સન્ડે એક્સપ્રેસ અનુસાર, સેન્સર બોર્ડે 'ઇમરજન્સી'ને લઈને ત્રણ કટ સૂચવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સે 8 જુલાઈએ જ ફિલ્મને સેન્સર બોર્ડને સર્ટિફિકેશન માટે સબમિટ કરી હતી. એક મહિના પછી શિરોમણી અકાલી દળ અને ઘણા શીખ સંગઠનોએ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં સીબીએફસીએ એક પત્ર દ્વારા ફિલ્મના પ્રૉડક્શન હાઉસને 10 કટ અને ફેરફાર સૂચવ્યા હતા.
ફિલ્મમાંથી હટાવવા પડશે આ વિઝ્યૂઅલ્સ
'ઇમરજન્સી'ના પ્રૉડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડે CBFC દ્વારા સૂચવવામાં આવેલા 10માંથી 9 સૂચન સાથે સંમત થયા હતા. સેન્સર બોર્ડે ફિલ્મના એક સીનમાં કેટલાક વિઝ્યૂઅલ હટાવવા અથવા બદલવાની પણ સલાહ આપી છે. આ દ્રશ્યમાં પાકિસ્તાની સૈનિકોને બાંગ્લાદેશી શરણાર્થીઓ પર હુમલો કરતા બતાવવામાં આવ્યા છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે એક સૈનિક એક બાળકનું શિરચ્છેદ કરી રહ્યો છે અને બીજો ત્રણ મહિલાઓનું શિરચ્છેદ કરી રહ્યો છે.
આ વસ્તુઓને બદલવાની પણ આપવામાં આવી સલાહ
સીબીએફસીએ 'ઇમરજન્સી'ના નિર્માતાઓને ફિલ્મમાં એક નેતાના મૃત્યુના જવાબમાં ભીડમાં કોઈ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી અપમાનજનક ભાષા બદલવા માટે પણ કહ્યું હતું. બોર્ડે ફિલ્મના એક ડાયલોગમાં વપરાયેલી સરનેમ બદલવાનો પણ નિર્દેશ આપ્યો હતો. આ સિવાય સીબીએફસીએ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા ડેટા માટે સંશોધન સંદર્ભો અને તથ્યપૂર્ણ સ્ત્રોતોનો ઉલ્લેખ કરવાની પણ સલાહ આપી છે. જેમાં બાંગ્લાદેશી શરણાર્થીઓ વિશેની માહિતી, કોર્ટના નિર્ણયોની વિગતો અને 'ઓપરેશન બ્લૂસ્ટાર'ના આર્કાઇવલ ફૂટેજનો ઉપયોગ કરવાની પરવાનગીનો સમાવેશ થાય છે.
જલદી સામે આવી શકે છે 'ઇમરજન્સી'ની નવી રિલીઝ ડેટ
કંગના રનૌતની 'ઇમરજન્સી' અગાઉ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. પરંતુ ફિલ્મને લઈને થયેલા હોબાળા બાદ તેને સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ ન મળ્યું અને તેની રિલીઝ મોકૂફ રાખવામાં આવી. હવે સેન્સર બોર્ડ તરફથી ક્લિયરન્સ મળ્યા બાદ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મેકર્સ ટૂંક સમયમાં 'ઇમરજન્સી'ની નવી રિલીઝ ડેટની જાહેરાત કરશે.
આ પણ વાંચો
Stree 2: થિએટર બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવશે શ્રદ્ધાની ‘સ્ત્રી 2’, આ તારીખે થઇ રહી છે રિલીઝ