શોધખોળ કરો

Stree 2: થિએટર બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવશે શ્રદ્ધાની ‘સ્ત્રી 2’, આ તારીખે થઇ રહી છે રિલીઝ

Stree 2 OTT Release Date: 2018માં ફિલ્મ 'સ્ત્રી'ની જબરદસ્ત સફળતાના છ વર્ષ બાદ ફિલ્મ નિર્માતાઓએ તેની સિક્વલ 'સ્ત્રી 2: સરકટે કા આતંક' 15 ઓગસ્ટના રોજ થિએટરોમાં રિલીઝ કરી હતી

Stree 2 OTT Release Date: 2018માં ફિલ્મ 'સ્ત્રી'ની જબરદસ્ત સફળતાના છ વર્ષ બાદ ફિલ્મ નિર્માતાઓએ તેની સિક્વલ 'સ્ત્રી 2: સરકટે કા આતંક' 15 ઓગસ્ટના રોજ થિએટરોમાં રિલીઝ કરી હતી. અમર કૌશિક દ્વારા નિર્દેશિત આ હૉરર કૉમેડી ફિલ્મ વર્ષ 2024ની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે અને તેણે કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મ રિલીઝ થયાને એક મહિનો પુરો થઇ ગયો છે પરંતુ તે હજુ પણ બૉક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. આ બધાની વચ્ચે ચાહકો પણ 'સ્ત્રી 2'ની OTT રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ફિલ્મના ડિજિટલ ડેબ્યૂને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. ચાલો જાણીએ કે આ ફિલ્મ OTT પર ક્યારે અને ક્યાં રિલીઝ થશે?

‘સ્ત્રી 2’ ની ઓટીટી રિલીઝને લઇને આવ્યું નવું અપડેટ 
'સ્ત્રી', 'રૂહી', ​​'ભેડિયા' અને તાજેતરની હિટ ફિલ્મ 'મુંજ્યા' પછી 'સ્ત્રી 2' એ દિનેશ વિજનના લોકપ્રિય હૉરર-કૉમેડી યૂનિવર્સનો પાંચમો ઇન્સ્ટૉલમેન્ટ છે. આ ફિલ્મ સસ્પેન્સ, હૉરર, કૉમેડી અને જબરદસ્ત ટ્વિસ્ટથી ભરેલી છે. મજબૂત સ્ટૉરી અને સ્ટારકાસ્ટના જબરદસ્ત પ્રદર્શનને કારણે, 'સ્ત્રી 2'ને થિએટરમાં દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને ફિલ્મ તેની રિલીઝના ચોથા સપ્તાહમાં પણ બૉક્સ ઓફિસ પર પોતાનો દબદબો જાળવી રહી છે. વળી, ચાહકો પણ તેની ડિજિટલ રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

એમેઝોન પ્રાઇમ વીડિયોએ કથિત રીતે સ્ત્રી 2 ના સ્ટ્રીમિંગ અધિકારો સુરક્ષિત કર્યા છે. લેટેસ્ટ અપડેટ મુજબ, શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ અભિનીત આ ફિલ્મ 27 સપ્ટેમ્બરથી OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થવાની અપેક્ષા છે. જો કે, સ્ટ્રીમિંગની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે પરંતુ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

‘સ્ત્રી 2’ બૉક્સ ઓફિસ કલેક્શન 
'સ્ત્રી 2'એ બૉક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે અને ઘણી ફિલ્મોના રેકોર્ડ પણ તોડ્યા છે. આ ફિલ્મે તેની રિલીઝના 25 દિવસમાં 550 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે અને આ સાથે તે ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે.

‘સ્ત્રી 2’ સ્ટાર કાસ્ટ અને કહાણી 
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર ઉપરાંત, સુનિતા રાજવારે મેડૉક ફિલ્મ્સ અને જિઓ સ્ટૂડિયો બેનર હેઠળ દિનેશ વિજન અને જ્યોતિ દેશપાંડે દ્વારા નિર્મિત 'સ્ત્રી 2' માં પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાના સાથે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ફિલ્મની સ્ટૉરી ચંદેરી ગામના સરકટેના આતંકની આસપાસ ફરે છે જેણે ગામની મહિલાઓનું અપહરણ કરીને આતંક ફેલાવ્યો હતો.

આ પણ વાંચો

Stree 2 BO Collection Day 25: 'સ્ત્રી 2' બોલીવૂડની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની, તોડ્યા આ રેકોર્ડ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે  '

Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?

RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા

લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત

ABP Premium

વિડિઓઝ

Mehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાંLebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોતMorbi | મચ્છુ-3 ડેમમાં મનાઈ છતા 2 આયોજકોએ કરાવ્યું વિસર્જન અને પછી... જુઓ શું થઈ કાર્યવાહી?Share Market | સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારો થઈ ગ્યા માલામાલ, જાણો મોટું કારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે  '
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે '
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?
RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા
RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
General Knowledge: ભારતમાં કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે, રાજ્યનું નામ સાંભળીને ચોંકી જશો

Stock Market Record: યુએસ ફેડના નિર્ણયથી બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારોને આટલા કરોડનો થયો ફાયદો

ભાજપના સદસ્યતા અભિયાનને લઈ કોંગ્રેસ MLAનો આરોપ, શિક્ષકો ભાગ લેતા હોવાનો આરોપ

Health Tips: દૂધ ઉકળે ત્યારે તમે પણ તેના પર મારો છો ફૂંક, જો તેના નુકસાન જાણી લેશો તો ક્યારેય નહીં કરો આવી ભૂલ

Embed widget