અભિષેક બચ્ચનની રાજનીતિમાં એન્ટ્રી, લોકસભા ચૂંટણી લડવા આ બેઠક કરી પસંદ, જાણો કઇ પાર્ટીમાં જોડાશે ?
જો અભિષેક બચ્ચન ચૂંટણી લડશે તો ચૂંટણી ખુબ જ રસપ્રદ બની જશે. આ જગ્યા સાથે અમિતાભ બચ્ચનનું ગાઢ જોડાણ છે
Abhishek Bachchans: રાજનીતિમાં કંઇપણ વસ્તુ કાયમી હોતુ નથી, અને કઇ વસ્તુ ક્યારે બની જાય તે કોઇ કહી શકતુ નથી. આવી જ સ્ટૉરી હવે સામે આવી છે. હાલના સમયમાં અલાહાબાદ સંસદીય બેઠક આગામી લોકસભા ચૂંટણીમાં ચર્ચામાં આવી છે, કારણ કે સમાજવાદી પાર્ટી અહીંથી મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના દીકરા અભિષેક બચ્ચનને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. પાર્ટીના રાજ્ય નેતૃત્વ દ્વારા આ અંગે સ્થાનિક પદાધિકારીઓ પાસેથી પણ ફીડબેક લેવામાં આવી રહ્યા છે. ચર્ચા છે કે આ સંદર્ભે સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ ટૂંક સમયમાં મુંબઈ જઈને અમિતાભ બચ્ચન અને રાજ્યસભાના સભ્ય જયા બચ્ચનને મળી શકે છે.
જો અભિષેક બચ્ચન ચૂંટણી લડશે તો ચૂંટણી ખુબ જ રસપ્રદ બની જશે. આ જગ્યા સાથે અમિતાભ બચ્ચનનું ગાઢ જોડાણ છે. અભિષેકના પણ કેટલાય ફેન્સ અહીં છે. આવામાં જો તે સપા તરફથી ઉમેદવાર બને છે, તો ઐશ્વર્યા રાય બચ્ચન તેમના ચૂંટણી પ્રચાર માટે બિગ બી, જયા બચ્ચન સાથે અહીં આવવાનું નક્કી છે.
ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચને 1984માં અલાહાબાદ સંસદીય સીટથી કોંગ્રેસની ટિકીટ પર લોકસભા ચૂંટણી જીતી હતી. ત્યારબાદ તેમને પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા હેમવતી નંદન બહુગુણાને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. આ ચૂંટણીમાં અમિતાભને 68 ટકા વોટ મળ્યા જ્યારે બહુગુણાને 25 ટકા વોટ મળ્યા.
અભિષેક બચ્ચનને ઉમેદવાર બનાવવાના પ્રશ્નમાં યમુનાપારના પ્રમુખ પપ્પુ લાલ નિષાદે કહ્યું કે આ માત્ર ચર્ચા છે. કંઈપણ કહેવું બહુ વહેલું છે. અને મહાનગર પ્રમુખ સૈયદ ઇફ્તેખાર હૂસૈને જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીને હજુ સમય છે. કોને ઉમેદવાર બનાવવામાં આવશે, તે રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના નેતૃત્વમાં જ નક્કી થશે.
1984 વાળો જ સીન બની રહ્યો છે 2024માં -
આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં જો ભાજપના સીટીંગ સાંસદ ડો. જો રીટા બહુગુણા જોશીને ટિકિટ આપે છે, તો 1984નો આવો જ સીન પ્રયાગરાજમાં થશે. હકીકતમાં, ત્યારે ડો. રીટા બહુગુણા જોશીના પિતા હેમવતી નંદન બહુગુણા લોકદળમાંથી અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. આ વખતે જો રીટા અને અભિષેક મેદાનમાં આવશે તો હરીફાઈ રસપ્રદ બની જશે.