Urvashi Rautela Angry: ઉર્વશીને જોઈ લોકોએ ઋષભ પંતના નારા લગાવ્યા, ઉર્વશીએ આપી આ વોર્નિંગ..
બોલીવુડની ફેમસ બ્યુટી ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર ઋષભ પંત વચ્ચે ચાલી રહેલ કોલ્ડ વૉર સતત ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર ચર્ચા કરવા માટે ઉર્વશી - પંતનો મુદ્દો હોટ ફેવરીટ બની ગયો છે.
Urvashi Rautela Angry: બોલીવુડની ફેમસ બ્યુટી ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર ઋષભ પંત વચ્ચે ચાલી રહેલ કોલ્ડ વૉર સતત ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર ચર્ચા કરવા માટે ઉર્વશી - પંતનો મુદ્દો હોટ ફેવરીટ બની ગયો છે. આ દરમિયાન હવે ઉર્વશી જ્યારે લોકોની વચ્ચે જાયે છે ત્યારે પણ તેને ઋષભ પંતનું નામ સાંભળવું પડે છે. આ બધુ જોઈને ઉર્વશી હવે તંગ થઈ ગઈ છે.
ઉર્વશી રૌતેલા બુધવારે મુંબઈમાં ગણેશ ઉત્સવમાં પહોંચી હતી. હજારોની ભીડ સાથે પાપારાઝી પણ ત્યાં હાજર હતા. ઉર્વશી પંડાલમાં પ્રવેશતા જ લોકોની નજર તેના પરથી હટતી ન હતી. ઉર્વશી હેવી લહેંગામાં અદભૂત લાગી રહી હતી. ઉર્વશીએ લોકોને શુભેચ્છા પાઠવી હતી. પરંતુ આ દરમિયાન એક વિચિત્ર ઘટના બની. જેનાથી ઉર્વશી નારાજ થઈ ગઈ હતી. બન્યું એવું કે, જ્યારે ઉર્વશી લોકોને મળી રહી હતી ત્યારે લોકો ક્રિકેટર ઋષભ પંતના નારા લગાવાનું ચાલુ કર્યું હતું. તે સમયે ઉર્વશીએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. પરંતુ બાદમાં ઉર્વશીએ આ સમગ્ર બનાવનો વીડિયો તેની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો હતો અને લોકોને એક ચેતવણી પણ આપી હતી.
ઉર્વશીએ વીડિયો તેની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો
વીડિયોની સાથે ઉર્વશી રૌતેલાએ લોકોને સૂચના આપતું કેપ્શન લખ્યું હતું. ઉર્વશી લખે છે - "આ (પંતના નારા લગાવાનું) ખરેખર બંધ કરવાની જરૂર છે. નહીતર..." ઉર્વશી રૌતેલાની આ પોસ્ટ પરથી સમજી શકાય છે કે તેને લોકોનું આ રિએક્શન બિલકુલ પસંદ નથી આવ્યું. ત્યારબાદ ઉર્વશીએ લોકોને ચેતવણી આપી. હવે જોવાનું એ રહેશે કે લોકો તેમની વાતને કેટલી ગંભીરતાથી લે છે. ઉર્વશીનો ગુસ્સો પણ વધી ગયો કારણ કે છેલ્લા ઘણા દિવસોથી તેને ઋષભ પંતના નામ પર સોશિયલ મીડિયા ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉર્વશી તાજેતરમાં ભારત-પાકિસ્તાન મેચમાં હાજરી આપવા સ્ટેડિયમમાં જોવા મળી હતી. ઉર્વશી રૌતેલા સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા માટે ચીયર કરતી જોવા મળી હતી. ઉર્વશી, જેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે મેચ નથી જોતી, હવે તેને સ્ટેડિયમમાં બેક ટુ બેક જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. યુઝર્સે સોશિયલ મીડિયા પર ઋષભ પંતના નામ પર ઉર્વશીને ખૂબ ટ્રોલ કરી હતી. ત્યારે હવે જ્યારે ઉર્વશી જાહેર કાર્યક્રમમાં પહોંચે છે તો પણ તેને પંતના નારા સાંભળવા મળી રહ્યા છે.