તબલા વાદક ઉસ્તાદ જાકિર હુસૈનની તબિયત ખરાબ,અમેરિકાની હોસ્પિટલમાં દાખલ
મહાન તબલા વાદક તરીકે ખ્યાતિ ધરાવતા ઝાકિર હુસૈન અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ છે.
Zakir Hussain Is Admitted In Hospital: મહાન તબલા વાદક તરીકે ખ્યાતિ ધરાવતા ઝાકિર હુસૈન અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ હૃદય સંબંધિત બિમારીથી પીડિત છે અને હાલ તેમની હાલત ખૂબ જ નાજુક છે.
ઝાકિર હુસૈન હૃદયની બીમારીથી પીડિત છે
એક નજીકના સૂત્રએ એબીપી ન્યૂઝ સાથે વાત કરતા પુષ્ટિ કરી છે કે તેઓ ગંભીર રીતે બીમાર છે અને અમેરિકામાં તેમની સારવાર ચાલી રહી છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી હૃદય સંબંધિત બિમારીથી પીડિત હતા. લગભગ 2 વર્ષ પહેલા તેમના હાર્ટમાં બ્લોકેજને કારણે તેમને સ્ટેન્ટ પણ લગાવવામાં આવ્યુ હતું.
ઝાકિર હુસૈન 7 વર્ષની ઉંમરે તબલા શીખ્યા હતા
ઝાકિર હુસૈન પ્રખ્યાત સ્વર્ગસ્થ તબલા વાદક અલ્લાહ રખા ખાનના પુત્ર છે. ઉલ્લેખનીય છે કે તેમણે ઘણી પ્રખ્યાત ભારતીય અને વિદેશી ફિલ્મો માટે સંગીત પણ આપ્યું હતું અને ફિલ્મો માટે તબલા વગાડ્યા હતા. ઝાકિર હુસૈને 7 વર્ષની ઉંમરે તબલા શીખવાનું શરૂ કર્યું અને 12 વર્ષની ઉંમરે દેશભરમાં પ્રવાસ દરમિયાન પરફોર્મ કરવાનું શરૂ કર્યું.
ઝાકિર હુસૈન ઘણા વર્ષોથી અમેરિકામાં રહે છે
લગભગ ચાર દાયકા પહેલા ઉસ્તાદ ઝાકિર હુસૈન તેમના સમગ્ર પરિવાર સાથે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં સ્થાયી થયા હતા. ઝાકિર ખાનને દેશ-વિદેશમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.
ઝાકિર હુસૈનને આ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે
ઝાકિર હુસૈનને ભારત સરકાર દ્વારા વર્ષ 1988માં પદ્મશ્રી, વર્ષ 2002માં પદ્મ ભૂષણ, વર્ષ 2023માં પદ્મ વિભૂષણ જેવા સર્વોચ્ચ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. ઝાકિર હુસૈનને 1990માં સર્વોચ્ચ સંગીત સન્માન 'સંગીત નાટક અકાદમી એવોર્ડ' પણ એનાયત કરવામાં આવ્યો હતો.
ઝાકિર હુસૈનને 4 વખત ગ્રેમી એવોર્ડ મળ્યો હતો
તેમને 2009માં તેમના આલ્બમ 'ગ્લોબલ ડ્રમ પ્રોજેક્ટ' માટે 51મો ગ્રેમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જે કન્ટેમ્પરરી વર્લ્ડ મ્યુઝિક આલ્બમ કેટેગરીમાં એક સામૂહિક મ્યુઝિકલ પ્રોજેક્ટ/પ્રયાસ છે. ઉલ્લેખનીય છે કે ઉસ્તાદ ઝાકિર હુસૈન તેમની કારકિર્દીમાં 7 વખત ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયા હતા, જેમાંથી તેમને ચાર વખત આ એવોર્ડ મળ્યો હતો.
Pushpa 2 સ્ટાર અલ્લૂ અર્જૂન આખા વર્ષનો સરકારમાં ભરે છે આટલો ટેક્સ, આંકડો છે ચોંકાવનારો