Nayanthara Vignesh Weding Reception: લગ્ન બાદ અહીં થશે નયનતારા-વિગ્નેશનું રિસેપ્શન, જાણો
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી નયનતારા (Nayanthara) અને ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવન(Vignesh Shivan)ના લગ્ન થઈ ગયા છે.
Nayanthara Vignesh Shivan Wedding Reception Party: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી નયનતારા (Nayanthara) અને ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવન(Vignesh Shivan)ના લગ્ન થઈ ગયા છે. બંનેએ 9 જૂન 2022ના રોજ તમિલનાડુના મહાબલીપુરમ(Mahabalipuram )માં પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા. સાઉથના આ ભવ્ય લગ્નમાં ટોલીવુડથી લઈને બોલિવૂડની હસ્તીઓ અને રાજકીય જગતના લોકોએ પણ હાજરી આપી હતી.આપને જણાવી દઈએ કે, નયનતારા અને વિગ્નેશ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને ત્યારપછી બંનેએ 25 માર્ચ 2021ના રોજ સગાઈ કરી. સગાઈના એક વર્ષ પછી બંનેએ લગ્ન કરી લીધા.
રિસેપ્શન બે અઠવાડિયા પછી થઈ શકે છે
લગ્ન બાદ નયનતારા અને વિગ્નેશએ તેમના નવા જીવનની શરૂઆત કરી છે. હાલમાં જ બંનેએ તિરુપતિ બાલાજી મંદિરમાં જઈને આશીર્વાદ લીધા હતા. આ પછી કપલના વેડિંગ રિસેપ્શનની ચર્ચા થઈ રહી છે. સમાચારોનું માનીએ તો કપલના વેડિંગ રિસેપ્શન પાર્ટીની તૈયારીઓ ચાલી રહી છે. અહેવાલો અનુસાર, નવવિવાહિત કપલ પહેલા કેરળના કોચીમાં નયનતારાના ઘરે જશે. તે પછી નયનતારા શાહરૂખ ખાન સાથે તેની આગામી ફિલ્મ 'જવાન'નું શૂટિંગ કરશે. આ તમામ કામ પૂર્ણ થયા બાદ રિસેપ્શન પાર્ટી થશે, જેમાં લગભગ 15 દિવસનો સમય લાગી શકે છે. સમાચાર અનુસાર, નયનતારા અને વિગ્નેશના લગ્નની રિસેપ્શન પાર્ટી ચેન્નાઈના એક પ્રાઇમ રિસોર્ટમાં યોજાશે.
નયનતારા-વિગ્નેશ રિસેપ્શન ગેસ્ટ લિસ્ટ
ગેસ્ટ લિસ્ટની વાત કરીએ તો, શાહરૂખ ખાન(Shah Rukh Khan), રજનીકાંત(Rajinikanth) જેવા ઘણા લોકો નયનતારા અને વિગ્નેશના લગ્નમાં સામેલ થયા હતા, જેઓ રિસેપ્શનમાં આવી શકશે નહીં. બીજી તરફ સમાચારોનું માનીએ તો કમલ હાસન(Kamal Haasan), થલપતિ વિજય અને અન્ય લોકો રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપી શકે છે. નયનતારાની બેસ્ટ ફ્રેન્ડ સામંથા (Samantha )પણ તેના કામમાં વ્યસ્ત હતી જેના કારણે તે લગ્નમાં હાજર રહી શકી ન હતી. તેથી સામંથા રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપે તેવી પૂરી શક્યતા છે.