પુત્રવધૂ Aishwaryaની પીઠ પાછળ ખોદણી નથી કરતી Jaya Bachchan,કહ્યું- મને તેની કોઈ વાત નથી ગમતી તો..
Jaya Bachchan: જયા બચ્ચન તેમની વહુ ઐશ્વર્યાને પોતાની મિત્ર માને છે. જયાએ એક થ્રોબેક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે તેની પુત્રવધૂની પીઠ પાછળ ખોદણી કરતી નથી અને તે બંને સારા બોન્ડ શેર કરે છે.
Jaya Bachchan On Aishwarya Rai: ભૂતપૂર્વ વિશ્વ સુંદરી અને બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય (Aishwarya Rai) બચ્ચન પરિવારની વહુ છે. તેણે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા છે. ઐશ્વર્યા તેના સાસરિયાઓ સાથે ખાસ બોન્ડ શેર કરે છે. તેણે તેની સાસુ જયા(Jaya Bachchan)સાથે પણ સારું બને છે. બીજી તરફ પીઢ અભિનેત્રી જયા બચ્ચને એકવાર તેની વહુ ઐશ્વર્યા રાય સાથેના સંબંધો વિશે વાત કરી હતી. 2010માં એક થ્રોબેક ઇન્ટરવ્યુમાં જયાએ કહ્યું હતું કે જો તેને ઐશ્વર્યા રાય (Aishwarya Rai)વિશે કંઇક પસંદ નથી, તો તે તેને 'ફેસ પર' કહે છે. જયાએ એમ પણ કહ્યું કે તે 'પીઠ પાછળ ખોદણી કરતી નથી'.
જયા બચ્ચન ઐશ્વર્યાને મિત્ર માને છે
એક ઈન્ટરવ્યુ દરમિયાન જયા બચ્ચને ઐશ્વર્યા ((Aishwarya Rai) વિશે કહ્યું હતું કે, "તે મારી મિત્ર છે. જો મને તેના વિશે કંઈક ગમતું નથી, તો હું તેને તેના મોઢા પર કહી દઉં છું. હું તેની પીઠ પાછળ ખોદણી નથી કરતી.. જો તે આ વાત સાથે અસંમત હોય તો તે વાતને ક્લિયર કરશે. ફરક એટલો હશે કે હું વધુ ડ્રામાટીક થઈ શકું છું. અને તેને વધુ રિસ્પેક્ટફૂલ થવું પડશે. હું વૃદ્ધ છું તમે જાણો છો. બસ આટલું જ.
View this post on Instagram
સાસુ જયા પુત્રવધૂ ઐશ્વર્યા સાથે સારા સંબંધ ધરાવે છે
જયાએ એમ પણ કહ્યું કે, "અમને ઘરે બેસીને વાહિયાત વાતો કરવી ગમે છે. માત્ર અમે બે જ છીએ. તેની પાસે વધારે સમય નથી હોતો, પરંતુ તે જે કરે છે તે અમે એન્જોય કરીએ છીએ. મારો તેની સાથે સારો સંબંધ છે."
અભિષેક-ઐશે 2007માં લગ્ન કર્યા હતા
જણાવી દઈએ કે ધૂમ 2 દરમિયાન જયા બચ્ચનનો પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચન ઐશ્વર્યાના પ્રેમમાં પડ્યો હતો. તેઓએ 14 જાન્યુઆરી 2007ના રોજ સગાઈ કરી અને 20 એપ્રિલ 2007ના રોજ મુંબઈમાં બચ્ચનના નિવાસસ્થાન પ્રતિક્ષા ખાતે લગ્ન કર્યા. 16 નવેમ્બર 2011ના રોજ એશ-અભિષેકે તેમની પુત્રી આરાધ્યા બચ્ચનનું સ્વાગત કર્યું.