કાલે કેટલા વાગ્યે શરુ થશે મેગા ઓક્શન? 277 સ્લોટ ખાલી અને ટીમો પાસે કેટલા પૈસા? જાણો હરાજીની A TO Z માહિતી
WPL 2026 Auction Live Streaming: મહિલા પ્રીમિયર લીગના ઇતિહાસમાં પ્રથમ મેગા હરાજી આવતીકાલે, 27 નવેમ્બરના રોજ દિલ્હીમાં યોજાશે. આ હરાજીમાં કુલ 277 ખેલાડીઓ બોલી માટે ઉતરશે.

WPL 2026 Auction Live Streaming: મહિલા પ્રીમિયર લીગના ઇતિહાસમાં પહેલી મેગા હરાજી આવતીકાલે, 27 નવેમ્બરના રોજ દિલ્હીમાં યોજાશે. હરાજી પહેલા, પાંચેય ટીમોએ ફક્ત 17 ખેલાડીઓને જાળવી રાખ્યા હતા. તેથી, 2026 ની મેગા હરાજી (WPL Mega Auction 2026) માં ખેલાડીઓ માટે પૈસાનો વરસાદ જોવા મળશે. સ્મૃતિ મંધાના WPL ઇતિહાસની સૌથી મોંઘી ખેલાડી છે, જેને 2023 માં RCB દ્વારા ₹3.4 કરોડમાં ખરીદવામાં આવી હતી. આ વખતે કોઈ ખેલાડીની બોલી ₹3 કરોડથી વધુ છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. હરાજી શરૂ થાય તે પહેલાં, હરાજી કયા સમયે શરૂ થશે, દરેક ટીમમાં કેટલા સ્લોટ ઉપલબ્ધ છે અને દરેક ફ્રેન્ચાઇઝી પાસે તેના પર્સમાં કેટલા પૈસા બાકી છે તે અહીં જાણો.
મેગા હરાજી કેટલા વાગ્યે શરૂ થશે?
WPL 2026 ની મેગા હરાજી 27 નવેમ્બરના રોજ દિલ્હીમાં યોજાશે. હરાજી IST બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.
મેગા હરાજીનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે, અને હરાજીનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
દરેક ટીમ પાસે કેટલા પૈસા છે? કેટલા સ્લોટ ખાલી છે?
હરાજી પહેલા, પાંચેય ટીમોએ મળીને કુલ 17 ખેલાડીઓને જાળવી રાખ્યા હતા. કુલ 277 ખેલાડીઓ હવે બોલી માટે મુકાશે. આમાંથી 194 ભારતીય ખેલાડીઓ હશે, જ્યારે 83 વિદેશી ખેલાડીઓ હશે. બધી ટીમો પાસે કુલ ₹40.6 કરોડ બાકી છે. તમનેે જણાવી દઈએ કે, બધી ટીમો પાસે ₹15 કરોડની રકમ હતી, પરંતુ ખેલાડીઓને જાળવી રાખ્યા પછી આ રકમ ઘટાડી દેવામાં આવી છે. UP વોરિયર્સે ફક્ત એક ખેલાડીને જાળવી રાખ્યો છે, તેથી તેમની પાસે હાલમાં ₹14.5 કરોડ છે. ગુજરાત જાયન્ટ્સ પાસે ₹9 કરોડ, RCB ₹6.15 કરોડ, મુંબઈ ઇન્ડિયન્સ પાસે ₹5.75 કરોડ અને દિલ્હી કેપિટલ્સ પાસે ₹5.7 કરોડ છે.
- યુપી વોરિયર્સ - 14.5 કરોડ
- ગુજરાત જાયન્ટ્સ - 9 કરોડ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - 6.15 કરોડ
- મુંબઈ ઇન્ડિયન્સ - 5.75 કરોડ
- દિલ્હી કેપિટલ્સ - 5.7 કરોડ
આ હરાજી માર્કી પ્લેયર ગ્રુપથી શરૂ થશે
આ હરાજી આઠ માર્કી પ્લેયર્સના સેટથી શરૂ થશે. આ યાદીમાં દીપ્તિ શર્મા (ભારત), રેણુકા સિંહ (ભારત), સોફી ડિવાઇન (ન્યુઝીલેન્ડ), સોફી એક્લેસ્ટોન (ઇંગ્લેન્ડ), એલિસા હીલી (ઓસ્ટ્રેલિયા), અમેલિયા કેર (ન્યુઝીલેન્ડ), મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા) અને લૌરા વોલ્વાર્ડ (દક્ષિણ આફ્રિકા)નો સમાવેશ થાય છે.





















