આ વર્ષે 6 ફિલ્મોએ 100 કરોડ ક્લબમાં જગ્યા બનાવી છે. ‘રેસ 3’એ 100 કરોડ ક્લબમાં સૌથી ઝડપી એન્ટ્રી મારી છે. આ ફિલ્મ ઉપરાંત ‘પદ્માવત’, ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’, ‘રેડ’, ‘બાગી 2’ અને ‘રાઝી’ 100 કરોડ ક્લબમાં પહોંચી છે.
2/4
નવી દિલ્હીઃ હંમેશાની જેમ જ સલમાન ખાને આ વખતે પણ સાબિત કરી દીધું છે કે તે બોલિવૂડ બોક્સ ઓફિસના કિંગ છે. રેસ 3ની શાનદાર શરૂઆત બાદ ફિલ્મ માટે દર્શકોનો પ્રેમ વધતો જ જઈ રહ્યો છે. ફિલ્મે ત્રણ દિવસમાં 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે.
3/4
આ ફિલ્મ 2018માં 100 કરોડ ક્લબમાં સામેલ થનારી સૌથી ઝડપી ફિલ્મ બની ગઈ છે.
4/4
‘રેસ 3’એ પ્રથમ દિવસે એટલે કે શુક્રવારે 29.17 કરોડ રૂપિયાની અને શનિવારે 38.14 કરોડ રૂપિયાની કમાણી કરી. રવિવારે ફિલ્મે 38 કરોડ રૂપિયાનો વકરો કર્યો અને આની સાથે જ ફિલ્મની કમાણી 105 કરોડ રૂપિયા પર પહોંચી.