શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીના કેસમાં બરાબરનો ભેરવાયો આ બોલિવૂડ એક્ટર, CBI તપાસની કરી માગ
દત્તાએ કહ્યું કે 2018માં જે ફરિયાદ દાખલ કરવામાં આવી તેની કોઈ તપાસ નથી થઈ.
નવી દિલ્હીઃ કોલકાતા હાઈ કોર્ટે ગુરુવારે બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ (IIPM)ની સાથે પોાતના સંબંધને લઈને એક સોગંદનામુ આપવા માટે કહ્યું છે. ઉપરાંત તેનો વ્યવસાય ફેલાવવાની તેની ભૂમિકાને સ્પશ્ટ કરવા માટે પણ કહ્યું છે. હાઈ કોર્ટના જજ દેબાંગશુ બસાક આઈઆઈપીએમના સોલ્ક લેક પરિવરના બે વિદ્યાર્થીઓની અરજી પર સુનાવણી કરી રહ્યા હતા.
અરજીકર્તાઓના વકીલ દેબંજન દત્તાએ ગુરૂવારે હાઈકોર્ટને જણાવ્યું કે 2017માં એક જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે આઈઆઈપીએમને એક નકલી સંસ્થા જાહેર કરી હતી. દત્તાએ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી હતી.
દત્તાએ કહ્યું કે 2018માં જે ફરિયાદ દાખલ કરવામાં આવી તેની કોઈ તપાસ નથી થઈ. એ બાદ તેમણે નવેમ્બર 2018માં શાહરૂખ ખાન, આઈઆઈપીએમના પ્રમોટર અરિંદમ ચૌધરી અને તેમની કંપની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત અને આપરાધિક ષડયંત્ર રચવાનો આરોપ લગાવતા કલકતા હાઈકોર્ટ પહોંચ્યા હતા. કારણ કે શાહરૂખ ખાન આઈઆઈપીએમના બ્રાન્ડ એમ્બેસેડર હતા. એટલે તેમણે શાહરૂખ ખાનની સામે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. ન્યાયમૂર્તિ બસાકે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર અને આઈઆઈપીએના માલિકે એફિડેવિટ દાખલ કરવાનું હશે કે આ મામલો સીબીઆઈને કેમ ન સોંપવામાં આવવો જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion