શોધખોળ કરો
Advertisement
CM ઉદ્ધવ ઠાકરેની ફિલ્મ પ્રોડ્યૂસર અને બ્રોડકાસ્ટર્સ સાથે મીટિંગ, શૂટિંગ શરૂ કરવાના ઉપાય પર થઈ વાતચીત
મુંબઈના ગોરેગાંવ સ્થિત ફિલ્મ સ્ટૂડિયોમાં તમામ ફિલ્મો અને ટીવી સીરિયલ્સના મોટા-મોટા સેટ લાગ્યા છે પરંતુ કામ ઠપ્પ છે.
મુંબઈ: દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનના કારણે મુંબઈમાં ફિલ્મોનું શૂટિંગ બંધ છે. ફિલ્મોની સાથે-સાથે સીરિયલનું પણ શૂટિંગ બંધ છે. મુંબઈના ગોરેગાંવ સ્થિત ફિલ્મ સ્ટૂડિયોમાં તમામ ફિલ્મો અને ટીવી સીરિયલ્સના મોટા-મોટા સેટ લાગ્યા છે પરંતુ કામ ઠપ્પ છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે ફિલ્મ પ્રોડ્યૂસર અને બ્રોડકાસ્ટર્સના પદાધિકારીઓ સાથે એક બેઠક કરી હતી.
મુખ્યમંત્રીએ પદાધિકારીઓને સુરક્ષિત જગ્યા પર શૂટિંગ કરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કામ કરવાના પ્રપોઝલ તૈયાર કરવાનું કહ્યું છે. જેના પર સરકાર પહેલ કરશે તેનાથી ખૂબ ઓછા સમયમાં શૂટિંગ ફરી શરૂ થઈ શકે.
સિનેમાં જગત સાથે જોડાયેલા લોકો સાથે વાત કર્યા બાદ મુખ્યમંત્રીએ મહારાષ્ટ્રના સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓને આ વિષય પર વિચાર કરવાનો આદેશ આપ્યો છે કે કઈ રીતે ફિલ્મ સિટીમાં ફરી શૂટિંગ શરૂ કરવામાં આવી શકે. મુખ્યમંત્રીએ અધિકારીઓને ફૂલપ્રૂફ પ્લાન બનાવવાના આદેશ આપ્યા છે.
મુંબઈ ભારતીય સિનેમા અને મનોરંજન જગતનું હબ છે. બોલીવૂડ સાથે જોડાયેલું તમામ કામ અહીં થયા છે જેનાથી લાખોની સંખ્યામાં રોજગારનુ સર્જન થાય છે. લોકડાઉનના કારણે બધુ બંધ છે. આ કામ સાથે જોડાયેલા લોકોની આર્થિક સ્થિતિ ખરાબ છે અને આગળ વધઉ ખરાબ થવાની સંભાવના વધી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement