રાખી સાવંતે પ્રેસ સામે જ તનુશ્રી પર આરોપ લગાવ્યા અને સાથે જ એ પણ કહ્યું કે, ‘નાના અને ગણેશ આચાર્ય સારા છે માટે તે કંઈ નથી બોલતા. તારી સાથે તો હું ડીલ કરીશ અને મને ન તો એક્શન લેવાની જરૂર છે કે ન તો પોલીસની જરૂર છે, ન તો કોર્ટની જરૂર છે. તારામાં તાકાત હોય તો મારી સામે આવ, તનુશ્રી તારા કાન પાછળ એક થપ્પડ મારીશ ત્યારે ખબર પડશે કે રાખી સાવંત કોણ છે, ઘરમાં ઘુસીને મારીશ.’
2/3
મુંબઈઃ રાખી સાવંત વિરૂદ્ધ ભીમ આર્મીએ એક ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કેસ રાખીએ પત્રકારોની સામે અશ્લીલ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે, જે સામાજિક રીતે યોગ્ય નથી. તેણે અનેક વાતો કરી છે અને ધમકી આપી છે, જે તેણે કરવું જોઈતું ન હતું.
3/3
બોલિવૂડ અભિનેત્રી રાખી સાવંત વિરૂદ્ધ મુંબઈની ભીમ આર્મીએ FIR નોંધાવી છે. તેણે બે પેજની એક લેખિતમાં ફરિયાદ આપી છે જેમાં કહ્યું છે કે, ‘રાખી સાવંતે અનુસૂચિત જાતીના કાર્યક્રમમાં આવીને સમગ્ર મીડિયાની સામે ધમકી આપી અને અનેક અપશબ્દોનો ઉપયોગ કર્યો, જે યોગ્ય નથી. તેણે ડ્રગ અને ડોપ સુધીની વાત કરી. અમે ઈચ્છીએ છીએ કે એટ્રોસિટી એક્ટ 2015 અંતર્ગત આ ગુના માટે તેના પર તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે.’ નોંધનીય છે કે, રાખી સાવંતે તનુશ્રી દત્તાને લઈને અનેક આરોપ લગાવ્યા અને નાના, ગણેશ આચાર્યનો બચાવ કરતી જોવા મળી, ત્યાર બાદ એફઆઈઆર નોંધાવવામાં આવી.