શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડન,ફરાહ ખાન અને ભારતી સિંહ વિરૂદ્ધ પંજાબમાં નોંધાઈ ફરિયાદ
બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડન, ડિરેક્ટર ફરાહ ખાન અને કૉમેડિયન ભારતી સિંહની મુશ્કેલીમાં વધરો થઈ શકે છે. પંજાબના અમૃતસરમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ છે.
![બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડન,ફરાહ ખાન અને ભારતી સિંહ વિરૂદ્ધ પંજાબમાં નોંધાઈ ફરિયાદ Complaint lodged against Raveena Tandon, Bharti Singh And Farah Khan in Punjab બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડન,ફરાહ ખાન અને ભારતી સિંહ વિરૂદ્ધ પંજાબમાં નોંધાઈ ફરિયાદ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/26161605/raveena-bharti-farah.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડન, ડિરેક્ટર ફરાહ ખાન અને કૉમેડિયન ભારતી સિંહની મુશ્કેલીમાં વધરો થઈ શકે છે. પંજાબના અમૃતસરમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. ફરાહ, ભારતી અને રવીના પર ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો આરોપ લાગ્યો છે.
આ ત્રણેય પર આરોપ છે કે, તેમણે એક પ્રાઈવેટ વેબ અને યૂટ્યૂબ ચેનલ માટે બનાવેલા કોમેડી પ્રોગ્રામમાં ખ્રિસ્તી ધર્મના શબ્દનો ઉપયોગ કર્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ખ્રિસ્તી ધર્મમાં વપરાતા શબ્દનો ઉપયોગ આ ત્રણેય પ્રોગ્રામમાં કર્યો છે અને આ રીતે તેમણે ધર્મનું અપમાન કર્યું છે. અમૃતસરના અજનલામાં ખ્રિસ્તી ધર્મ સાથે સંકળાયેલા લોકો તરફથી ક્રિસમસના દિવસે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. બાદમાં પંજાબ પોલીસે વીડિયોની તપાસ કર્યા બાદ ફરિયાદ નોંધી છે. આ ત્રણ સેલેબ્સ વિરૂદ્ધ આ કેસ અમૃતસરના અજનાલામાં નોંધવામાં આવ્યો છે. આ મામલે આગળની કાર્યવાહી અંગે કોઈ માહિતી નથી, પરંતુ ધાર્મિક ભાવનાઓને ભડકાવવાને કારણે આ ત્રણેય અભિનેત્રીઓની મુશ્કેલીઓ વધી શકે છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)