શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસના કારણે જેમ્સ બોન્ડની 'નો ટાઈમ ટુ ડાઇ'ની રિલીઝ પાછળ ધકેલાઈ
દુનિયાભરમાં હાલ ખતરનાક કોરના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેના કારણે જેમ્સ બોન્ડ સિરીઝની ફિલ્મ નો ટાઈમ ટુ ડાઇની રિલીઝ પાછળ ધકેલાઈ છે.
નવી દિલ્હી: દુનિયાભરમાં હાલ ખતરનાક કોરના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેના કારણે જેમ્સ બોન્ડ સિરીઝની ફિલ્મ નો ટાઈમ ટુ ડાઇની રિલીઝ પાછળ ધકેલાઈ છે. કોરોનાના ભય વચ્ચે તેની સામે રક્ષણ મેળવવા આ નિર્ણય લેવાયો છે. આ ફિલ્મ અગાઉ એપ્રિલ મહિનામાં રિલીઝ થવાની હતી પરંતુ હવે ફિલ્મ નવેમ્બર મહિનામાં રિલીઝ કરવામાં આવશે.
કોરોના વાઇરસના આતંકને લઈને મેકર્સે ચીનમાં તો પ્રમોશન કેન્સલ કરી જ દીધું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બેઇજિંગ ફિલ્મ પ્રીમિયરની ઇવેન્ટને પણ કેન્સલ કરી દેવાઈ હતી. અગાઉ આ ફિલ્મ યુકેમાં 2 એપ્રિલે, યુએસમાં 10 એપ્રિલે અને ભારતમાં 8 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી. હવે યુકેમાં ફિલ્મ 12 નવેમ્બરના,યુએસમાં 25 નવેમ્બરે રિલીઝ થશે. ભારત માટેની ફિલ્મની નવી રિલીઝ ડેટ ટૂંક સમયમાં જાહેર થશે.
આ ફિલ્મમાં ડેનિયલ ક્રેગ પાંચમી વખત જેમ્સ બોન્ડનો રોલ નિભાવી રહ્યો છે. સૌથી પહેલા તે 2006માં કસીનો રોયલ ફિલ્મમાં જેમ્સ બોન્ડ તરીકે દેખાયો હતો. આ બ્રિટિશ સ્પાય ફ્રેન્ચાઇઝી ફિલ્મમાં ડેનિયલની સાથે ઓસ્કર વિજેતા એક્ટર રામી માલેક પણ સ્ટારકાસ્ટમાં સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement