Watch: જુમ્મે કી રાત હૈં.... સલમાન, રણબીરથી હાર્દિક પંડ્યા સુધી, અનંત-રાધિકાના લગ્નમાં નાંચ્યા સ્ટાર્સ, જુઓ
Anant Ambani Sangeet Ceremony: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહ શરૂ થઈ ગયા છે. શુક્રવારની સાંજ લગભગ 5 વાગ્યે ડાન્સથી શરૂ થઈ
Anant Ambani Sangeet Ceremony: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહ શરૂ થઈ ગયા છે. શુક્રવારની સાંજ લગભગ 5 વાગ્યે ડાન્સથી શરૂ થઈ. આ સમારોહમાં પોતપોતાના ક્ષેત્રના દિગ્ગજોએ હાજરી આપી હતી. બૉલીવૂડ એક્ટર રણવીરસિંહ તેની પત્ની અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સાથે પહોંચ્યો હતો. તેણે ડેવિડ ધવનની ફિલ્મ 'નૉ એન્ટ્રી'ના ટાઈટલ ટ્રેક 'ઈશ્ક દી ગલી વિચ' પર જોરશોરથી ડાન્સ કર્યો હતો.
ફન્કશનમાં સ્ટાર્સે લગાવ્યા ઠુમકાં...
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બૉલીવૂડ અભિનેતા સલમાન ખાન, રણવીરસિંહ અને ક્રિકેટર હાર્દિક પંડ્યા જુમ્મે કી રાત ગીત પર જોરશોરથી ડાન્સ કરી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યૂઝર્સ સતત કૉમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. દીપિકા પાદુકોણે ઈવેન્ટની તસવીરો શેર કરી છે. આ ફોટો કેપ્શનમાં લખ્યું છે- શુક્રવારની રાત હોવાથી અને (એક બેબી એન્જલ ઇમોજી) પાર્ટી કરવાની છે. તેણે ફોટોમાં રણવીરસિંહને પણ ટેગ કર્યા છે.
View this post on Instagram
'હાય, મારા જન્મદિવસની સુંદર ગિફ્ટ, હું તને પ્રેમ કરું છું...'
આ પછી રણવીરસિંહે દીપિકા પાદુકોણની પોસ્ટ પર કોમેન્ટ કરી. તેણે કોમેન્ટમાં લખ્યું- હાય! મારી સુંદર જન્મદિવસની ભેટ! હું તને પ્રેમ કરું છુ. તમને જણાવી દઈએ કે આ સંગીત સેરેમનીમાં ઘણી હસ્તીઓ જોવા મળી હતી. જો ક્રિકેટર્સની વાત કરીએ તો પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સિવાય રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને સચિન તેંડુલકર જોવા મળ્યા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા મોટા ચહેરાઓ પણ જોવા મળ્યા હતા.