શોધખોળ કરો
બોલિવૂડની આ સ્ટાર એક્ટ્રેસ હોટલમાંથી ચોરે છે શેમ્પૂની બોટલ, બેસ્ટફ્રેન્ડે કર્યો ખુલાસો
સ્નેહા પહેલા રણવીર સિંહ, મેઘના ગુલઝાર અને ઈમ્તિયાઝ અલી પણ દીપિકા વિશે ઘણી વાતો લખી ચૂક્યા છે.

નવી દિલ્હીઃ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને બોલિવૂડની એ લિસ્ટર્સ એક્ટ્રેસ ગણવામાં આવે છે. દીપિકા અસલ જીવનમાં કેવી છે? એ જાણવા ઇચ્છુક ફેન્સને દીપિકાની બેસ્ટ ફ્રેન્ડ સ્નેહા રામચંદરે સરપ્રાઈઝ આપી છે. ફ્રેન્ડશિપ ડે પહેલા સ્નેહાએ દીપિકા માટે એક નોટ શેર કરી છે જેમાં દીપિકા પાદુકોણ વિશે તમને ન જાણતા હોય તેવી વાતોનો ખુલાસો કર્યો છે.
સ્નેહાએ દીપિકાની વેબસાઈટ પર લખ્યું, “શું તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જેની હાજરી એક પ્રેમભર્યા હગ (ભેટવું) અને ગરમ કોકોઆ કપ જેવી હોય? કોઈ એવી વ્યક્તિ જેની સાથે કલાકો વાતો કરી શકો છો. જેની આંખમાં દયાભાવ હોય. તેની નજર તમારા પડે અને તમારા માટે એની આંખમાં ચિંતા દેખાય. કોઈ એવી વ્યક્તિ જે ખૂબ ઓર્ગેનાઈઝ્ડ હોય. જે તમારું ઘર ખુશીઓથી ભરી દે. શું તમે એવી વ્યક્તિને ઓળખો છે જે ચોરી કરે. મતલબ કે, દેશ-વિદેશમાં ટ્રાવેલ કરે ત્યારે તમારી પસંદગીના શેમ્પૂની બોટલો લઈને આવે કારણકે એ બોટલ તમને ખૂબ પસંદ છે. આ છે મારી ડાર્લિંગ દોસ્ત દીપિકા પાદુકોણ. હું ભાગ્યશાળી છું કે તું મારી સાથે છે.”
સ્નેહા પહેલા રણવીર સિંહ, મેઘના ગુલઝાર અને ઈમ્તિયાઝ અલી પણ દીપિકા વિશે ઘણી વાતો લખી ચૂક્યા છે. જણાવી દઈએ કે, દર મહિને દીપિકાની એક નજીકની વ્યક્તિ તેના વિશે તેની વેબસાઈટ પર લખે છે. વર્કફ્રંટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ મેઘના ગુલઝારની ફિલ્મ ‘છપાક’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે એક્ટર વિક્રાંત મેસ્સી જોવા મળશે. આ ફિલ્મ દીપિકાના કરિયરની સૌથી ચેલેન્જિંગ ફિલ્મ છે. જેમાં તે એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલની ભૂમિકા નિભાવશે.


વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement
