શોધખોળ કરો
Advertisement
શું પ્રેગ્નેન્ટ છે બોલિવૂડની આ હોટ એક્ટ્રેસ? તસવીરો જઈને સોશિયલ મીડિયા પર ઉઠ્યા સવાલ
દીપિકા પાદુકોણની પ્રૅગ્નેન્સીની ખબર તેની અને રણવીરની લંડનની તસવીર વખતે પણ ઉડી હતી.
નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે પર્પલ કલરના ફેધર ગાઉનમાં સુંદર લાગી રહી છે. જોકે, યૂઝર્સને આ તસવીરમાં કંઈક એવું દેખાયું જે જેનાતી તેની પ્રેગ્નેન્સીની સવાલો ફરી ઉભા થયા છે.
દીપિકાની આ તસવીરો પર રણવીર સિંહે પણ કમેન્ટ કરી હતી. તેણે દીપિકાની તસવીર પર પ્રેમ ઉભરાવતા લખ્યુ હતું કે, 'બેબી.. તુમ મુઝે માર ડાલોગી..' જોકે સોશિયલ મીડિયા પર ફેન્સ તો એક જ વાત કરી રહ્યાં હતાં કે, શું તુ પ્રૅગ્નેન્ટ છે.
દીપિકાનાં સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવેલી તસવીરો પર કમેન્ટ્સનો વરસાદ થઈ ગયો છે અને બધાનો એક જ સવાલ છે કે, શું તે પ્રૅગ્નેન્ટ છે? દીપિકા પાદુકોણની પ્રૅગ્નેન્સીની ખબર તેની અને રણવીરની લંડનની તસવીર વખતે પણ ઉડી હતી. ત્યારે તે સિમ્પલ ડ્રેસમાં હતી જેમાં તેનાં પેટનો ઉભાર નજર આવી રહ્યો હતો અને આજ રીતે સોશિયલ મીડિયા પર ફેન્સે સવાલ કરવાનું શરૂ કરી દીધુ હતું કે શું દીપિકા ગર્ભવતી છે.
દીપિકા રણવીર સિંહ સાથે તેની ફિલ્મ '83'માં નજર આવશે. આ ફિલ્મમાં તે કપિલ દેવની પત્ની રૂમી દેવનાં પાત્રમાં નજર આવશે. આ ફિલ્મ એપ્રીલ 2020માં રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement