જોન અબ્રાહમ સાથે કામ કરનારી હોટ એક્ટ્રેસની 200 કરોડના કૌભાંડમાં થઈ ધરપકડ, જાણો શું ભજવી હતી ભૂમિકા ?
ઈડીની તપાસમાં સામે આવેલી વિગત મુજબ, પતિએ છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાથી લીના પોલ વૈભવી જીવન જીવતી હતી અને અધધ રૂપિયા ઉડાવતી હતી.
મુંબઈઃ બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ સાથે કામ કરનારી હોટ એક્ટ્રેસ લીના પોલની છેતરપિંડી કેસમાં દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. તેના બિઝનેસમેન પતિ સુકેશ ચંદ્રશેખરને મોટા કૌભાંડમાં સાથ આપવાના આરોપસર દિલ્હી પોલીસનીઈકોનોમિક ઓફેન્સિસ વિંગ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. તેના પતિ સુકેશ સામે ઈડ તપાસ કરી રહી છે.
લીનાના પતિ સુકેશ સામે ઘણા સમયથી ઈડી દ્વારા તપાસ ચાલી રહી છે. સુકેશે કેટલાક મોટા બિઝનેસમેન સાથે છેતરપિંડી કરી છે અને આ આંકડો 200 કરોડ છે. ઈડી દ્વારા દંપત્તીના ચેન્નઈ સ્થિત બંગલામાં રેઇડ દરમિયાન 16 વૈભવી કાર, ઘરેણા, મોંઘી બ્રાંડના કરોડની રૂપિયાની કિંમતના કપડાં અને એક્સેસરીઝ મળી આવ્યા છે.
ઈડીની તપાસમાં સામે આવેલી વિગત મુજબ, પતિએ છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાથી લીના પોલ વૈભવી જીવન જીવતી હતી અને અધધ રૂપિયા ઉડાવતી હતી. લીન પોલ જોન અબ્રાહમની મદ્રાસ કેફે ઉપરાંત કોબરા, બિરયાની અને હસબન્ડ ઈન ગોવા સહિતની ફિલ્મોમાં કામ કરી ચુકી છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ કાંડમાં રુપિયાનો વહીવટ કરવા બદલ દિલ્હીની કનોટ પેલેસ બ્રાન્ચનાં મેનેજર કોમલ પોદ્દાર અને તેમના બે સહકર્મી અવનીશ કુમાર અને જિતેન્દ્ર નરુલાની પણ ધરપકડ કરાઈ છે. સૂત્રોનું માનીએ તો, સુકેશ એપ દ્વારા અલગ-અલગ નંબરથી ફોન કરીને પોતાના શિકાર સાથે વાત કરતો હતો. કોઈ કાયદાકીય બાબતમાં ફસાયેલા લોકોને તે જાળમાં ફસાવતો અને પોતાની ઉપર સુધી ઓળખાણ છે તેવી વાતો કરીને તેમની પાસેથી તગડી રકમ પડાવતો હતો. તેણે છેલ્લે જેની પાસેથી 200 કરોડ પડાવ્યા તે વ્યક્તિએ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરતાં સુકેશનો ભાંડો ફુટ્યો હતો. ફરિયાદીના દાવા અનુસાર, જુન 2020માં સુકેશે તેને ફોન કરી પોતે કાયદા મંત્રાલયમાં સચિવ છે તેવી વાત કરી હતી. 200 કરોડની ડિમાન્ડ કરીને સુકેશે કામ થઈ જશે તેવું જણાવ્યું હતું. ટાર્ગેટને પૈસા ક્યાં અને કેવી રીતે પહોંચાડવાના છે તેની પણ તેણે વિગતો આપી હતી.