શોધખોળ કરો

હોલીવુડની ફિલ્મ 'The Gray Man'માં ધનુષ છવાયો, એક સીનના શૂટિંગમાં થયો છે 319 કરોડનો ખર્ચ

સુપરસ્ટાર ધનુષ તેના હોલીવુડ ડેબ્યુને લઈ ચર્ચામાં છે. હોલીવુડની સુપરહિટ ફિલ્મ 'અવેંજર્સ'થી ફેમસ થયેલી ડાયરેક્ટ જોડી રુસો બ્રધર્સની નવી ફિલ્મ ધ ગ્રે મેનથી ધનુષે પોતાનું હોલીવુડ ડેબ્યુ કર્યું છે.

Dhanush In The Gray Man: સુપરસ્ટાર ધનુષ તેના હોલીવુડ ડેબ્યુને લઈ ચર્ચામાં છે. હોલીવુડની સુપરહિટ ફિલ્મ 'અવેંજર્સ'થી ફેમસ થયેલી ડાયરેક્ટ જોડી રુસો બ્રધર્સની નવી ફિલ્મ ધ ગ્રે મેનથી ધનુષે પોતાનું હોલીવુડ ડેબ્યુ કર્યું છે. આ નેટફ્લિક્સની સૌથી મોંઘી એક્શન થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મને રુસો બ્રધર્સ એન્થની અને જો રુસોએ સાથે મળીને લખી છે. સાથે જ આ જોડીએ પ્રોડક્શન અને ડાયરેક્શન પણ કર્યું છે. આ કારણે નેટફ્લિક્સે તેમને 200 મિલિયન ડોલર એટલે કે 1600 કરોડ રુપિયાનું બજેટ આપ્યું છે. 

એક સીન માટે 319 કરોડનો ખર્ચઃ
મહત્વનું છે કે, આ બિગ બજેટ ફિલ્મનું દુનિયાભરના સૌથી સારા લોકેશન્સ પર શૂટિંગ કરવામાં આવ્યું છે. શૂટિંગ વિશે વાત કરતાં જો રુસોએ કહ્યું કે, આ ફિલ્મના શૂટિંગે તો લગભગ અમારો જીવ જ લઈ લીધો હતો. આ ફિલ્મના એક એક્શન સીનને પ્રોડ્યુસ કરવા માટે એક મહિનાનો સમય લાગ્યો હતો. આ સીનમાં મોટી બંદૂકો, પ્રાગના ઓલ્ડ ટાઉન ક્વાર્ટરમાં ફરતી એક ટ્રામ સાથે હોલીવુડ એક્ટર રાયન ગૉસ્લિંગને અસૈસિન્સની સમગ્ર સેના સાથે લડતો બતાવામાં આવ્યો છે. લડાઈ દરમિયાન રાયન એક પત્થર સાથે બંધાયેલ છે. આ એક સીનનું શૂટિંગ કરવા માટે લગભગ 40 મિલિયન ડોલર એટલે કે 319 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

ધનુષના થયા વખાણઃ
આ ફિલ્મમાં હોલીવુડના સ્ટાર એક્ટર રાયન ગૉસ્લિંગ, ક્રિસ ઈવાંસ, આના દે અર્માસ અને રેગે જોન પેજ સાથે ઈન્ડિયન સાઉથ ફિલ્મોના સુપર સ્ટાર ધનુષ જોવા મળશે. ધનુષનું આ ફિલ્મથી હોલીવુડ ડેબ્યુ ધમાકેદાર રહ્યું છે. અત્યાર સુધી આ ફિલ્મને અમેરિકાના કેટલાક થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ જોનારા દર્શકો ધનુષના પરફોર્મન્સને ખુબ પસંદ કરી રહ્યા છે. તો ધનુષના કામના વખાણ ખુદ ફિલ્મના હિરો રાયન અને રેગે પણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, 22 જુલાઈના રોજ આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી

વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ

એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ

2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો

છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ

IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'

Embed widget