સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સપ્ટેમ્બર મહિનાના છેલ્લાં અઠવાડિયે દિશા વાકાણીએ પોતાના કમબેક સીન્સ શૂટ પણ કર્યાં હતાં. એટલું જ નહીં પ્રોડ્યુસર્સે પણ દયાભાભી નવરાત્રિ દરમિયાન શોમાં આવશે, તેવી જાહેરાત કરવાનું નક્કી કર્યું હતું. જોકે, કમબેક સીન શૂટ કર્યાં બાદ દિશા વાકાણી ખોવાઈ ગઈ હતી. મેકર્સ અને ચેનલે દિશા વાકાણીને સમજાવવાનો ઘણો જ પ્રયત્ન કર્યો હતો. જોકે હવે ચેનલ તથા મેકર્સ દિશા વગર જ આ શોને ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
2/6
મુંબઈઃ સોની સબ પર આવનારા શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની ભૂમિકા ભજવનાર દિશા વાકાણી હવે શોમાં પરત ફરે એવી કોઈ શક્યતા નથી. સૂત્રો અનુસાર દિશા વાકાણીએ શોમાં પરત ફરવા માટે ચોખ્ખી ના પાડી દીધી છે. તે પોતાનો મોટા ભાગનો સમય 1 વર્ષની દીકરી સ્તુતિ પાડિયાની સાથે વિતાવવા માગે છે.
3/6
આ મામલે પ્રોડ્યૂસર અસિત મોદીએ કહ્યું હતું કે, દિશા વાકાણી શોમાં કમબેક કરવા માગતી નથી. તે મોટાભાગનો સમય તેની દીકરી સાથે વિતાવવા માગે છે અને તેનો પતિ અને સાસરીયા તેના કામથી સહજ ના હોય તો કોઈ કંઈ કરી શકે તેમ નથી. આટલું જ નહીં હું તેના અંગત જીવન પર કમેન્ટ કરી શકું નહીં. જો હવે તે આ શોમાં કામ કરવા નથી માંગતો તો મને તેના નિર્ણય માટે માન છે.
4/6
અસિત મોદીએ નવા દયાભાભી વિશે કહ્યું કે, દયાબેન વગર છેલ્લાં દોઢ વર્ષથી આ શો ચાલી રહ્યો છે. હજી આગામી છ મહિના તેઓ દયાવગર શો ચલાવી શકે તેમ છે. છ મહિનાની અંદર શું બને તે કોઈને ખબર નથી. જો દિશા આવે તો સૌથી સારું પરંતુ જો તે નહીં આવે તો તેના સ્થાને નક્કી કોઈ નવું આવશે.
5/6
6/6
શોમાં છેલ્લાં દોઢ વર્ષથી દયાભાભી જોવા મળ્યાં નથી. હવે, ચેનલે દિશા વાકાણીને બદલે અન્ય એક્ટ્રેસને લેવાનો નિર્ણય કર્યો છે. નવાઈની વાત એ છે કે દયાભાભીના રોલ માટે નવી એક્ટ્રેસિસનાં ઓડિશન શરૂ થઈ ગયા છે. છ મહિનાની અંદર નવા દયાભાભી લેવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો બધુ જ વ્યવસ્થિત રીતે થયું તો આવતા વર્ષે નવા દયાભાભી જોવા મળશે.