શોધખોળ કરો
Advertisement
કિસિંગ સન પર એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો, કહ્યું- ‘હું જોવા માગતી હતી કે સાસુ-સસરા શું કહેશે’
ઈન્ટરવ્યૂમાં દિવ્યાંકાએ બોલ્ડ સીનને લઈને કહ્યું કે, હું બોલ્ડ સીન કરવા માટે વધારે કન્ફર્ટેબલ નથી.
મુંબઈઃ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી પોતાના કામ પર સંપૂર્ણ ફોકસ રાખતી હોય છે. તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બન્નેમાં બેલેન્સ જાળવીને ચાલે છે. દિવ્યાંકાએ હાલમાં જ આપેલ એક ઇન્ટરવ્યૂમાં કિસિંગ સીન, બેબી પ્લાનિંગ અને તમામ મુદ્દે વાતચીત કરી.
ઈન્ટરવ્યૂમાં દિવ્યાંકાએ બોલ્ડ સીનને લઈને કહ્યું કે, હું બોલ્ડ સીન કરવા માટે વધારે કન્ફર્ટેબલ નથી. તમારે વધારે દેખાડો કરવાની જરૂર નથી. કારણ કે ઓડિયન્સ ખુબ ટેલેન્ટેડ છે. મે કોલ્ડ લસ્સી અને ચિકન મસાલાની શરૂઆત કરી ત્યારે જ ચોખવટ કરી હતી કે જો એવા કોઈ સીન કરવાની મારી પાસે તમે અપેક્ષા રાખતા હોય તો ભૂલી જજો. હું એવી અભિનેત્રી નથી.
વેબ સીરિઝમાં કેટલાક કિસિંગ સીન છે. કે જે મે નથી કર્યા. તમને એવું લાગશે કે હું કિસ કરૂ છું પણ એવું નથી. રાજીવ સાથે મારી કેમેસ્ટ્રી શાનદાર રહી. પ્રોડક્શન ટીમે ખુબ કહ્યું કે હું કિસિંગ સીન માટે માની જાઉં. સેટ પર લોકો મારી ખુબ મસ્તી કરતા અને એમાં રાજીવ તો સૌથી પહેલા હોય.
દિવ્યાંકાએ કહ્યું તે, રાજીવ કહેતો કે આજે આપણી વચ્ચે રિયલ કિસિંગ સીન થવું જોઈએ. ભલે સ્ક્રિપ્ટમાં લખવામાં ન આવ્યું હોય. પરંતુ તારે ઓડિયન્સને બતાવવું પડશે. બધા મારી મજાક કરે છે. આગળ વાત કરી કે, હુ હંમેશા કિસિંગ સીન શુટ કરીને જોતી કે મારા સાસુ સસરાને કેવું લાગતું. મને કોઈ રીતે પ્રેશર નથી. બસ હું મેન્ટલી કન્ફર્ટેબલ નથી હોતી. વિવેક પણ ખુબ સપોર્ટિવ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement