શોધખોળ કરો
Advertisement
દિલ્હીના પ્રદુષણથી કંટાળીને આ હીરો-હીરોઇને પોતાની ફિલ્મનુ શૂટિંગ બંધ કરી દીધુ, જાણો વિગતે
તાજેતરમાં જ ફિલ્મનું પંજાબ શિડ્યૂલ શૂટ કરવામાં આવ્યુ હતુ, જેની કેટલીક તસવીરો જ્હાન્વી કપૂરે પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ પર શેર પણ કરી હતી
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પ્રદુષણનુ લેવલ સતત વધી રહ્યું છે, હવે આની અસર ફિલ્મ સ્ટારો પર પણ દેખાવવા લાગી છે. દિલ્હીના પ્રદુષણથી પરેશાન થઇને બૉલીવુડ એક્ટર કાર્તિક આર્યન અને એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે પોતાની અપકમિંગ ફિલ્મ 'દોસ્તાના 2'નું શૂટિંગ હાલ પુરતુ રોક દીધી છે.
મીડિયા ન્યૂઝ અનુસાર, દિલ્હીના પ્રદુષણમાં કાસ્ટ અને ક્રૂ મેમ્બરને શ્વાસ લેવામાં તકલીફો પડી રહી છે. સાથે સતત આકાશમાં વધી રહેલા પ્રદુષણના કારણે કેમેરા પણ બરાબર શૉટ્સ નથી આપી શકતા. આવી સમસ્યાઓથી પરેશાન થઇને હવે હાલ પુરતી દિલ્હીના શૂટિંગને રોકી દેવામાં આવ્યુ છે. અહીં ફિલ્મ દોસ્તાના 2નુ શૂટિંગ ચાલી રહ્યુ હતું.
તાજેતરમાં જ ફિલ્મનું પંજાબ શિડ્યૂલ શૂટ કરવામાં આવ્યુ હતુ, જેની કેટલીક તસવીરો જ્હાન્વી કપૂરે પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ પર શેર પણ કરી હતી.
ખાસ વાત છે કે, આ ફિલ્મ વર્ષ 2008માં આવેલી દોસ્તાનાની સિક્વલ છે. જેમાં અભિષેક બચ્ચન, જૉન અબ્રાહમ અને પ્રિયંકા ચોપડા જોવા મળ્યા હતા. હવે 11 વર્ષ બાદ આની સિક્વલ માર્કેટમાં આવશે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement