શોધખોળ કરો
NCBની ચાર્જશીટમાં મોટો ખુલાસો, સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ ખરીદતા હતા રિયા અને શૌવિક
એનસીબીનું કહેવું છે કે, રિયાએ પોતાના ભાઈ શૌવિક માટે પોતાના પૈસાથી કથિત રૂપે ડ્રગ્સ મંગાવ્યું હતું.
![NCBની ચાર્જશીટમાં મોટો ખુલાસો, સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ ખરીદતા હતા રિયા અને શૌવિક Drugs case: ncb revealed about rhea chakraborty drugs supplied to sushant singh rajput NCBની ચાર્જશીટમાં મોટો ખુલાસો, સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ ખરીદતા હતા રિયા અને શૌવિક](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/07000230/rhea-and-shauvik.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ : સુશાંતસિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ ક્રાઈમ બ્યુરો(એનસીબી)એ હાલમાં જ ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ એજન્સીએ રિયા ચક્રવર્તી સહિત 32 લોકો વિરુદ્ધ ડ્રગ્સની ગેરકાયદે તસ્કરી અને તેને ખરીદવાના આરોપમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ બધા પર એનડીપીએસ એક્ટના કલમ 27 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આ કેસમાં ઓછામાં ઓછા 10 વર્ષ અને વધુમાં વધુ 20 વર્ષ સુધી કેદની સજા છે.
એનસીબીએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ વધુ એક કેસ નોંધ્યો છે. તપાસ એજન્સીનું કહેવું છે કે, રિયાએ નવેમ્બર 2019થી તેના ઘરે ડ્રગ્સની ડિલીવરી કરવા પર સંમતિ આપી હતી અને સુશાંત માટે પોતાના ઘરમાંજ ડ્રગનો ઉપયોગ કરવાની વ્યવસ્થા કરી હતી. આટલું જ નહીં, એનસીબીએ એવો પણ દાવો કર્યો હતો કે તેમણે પોતાના પૈસાથી જ ડ્રગ મંગાવ્યા હતું.
એનસીબીનું કહેવું છે કે, રિયાએ પોતાના ભાઈ શૌવિક માટે પોતાના પૈસાથી કથિત રૂપે ડ્રગ્સ મંગાવ્યું હતું. તેથી એજન્સીનું કહેવું છે કે, રિયા ચક્રવર્તીએ આંતર-રાજ્ય ડ્રગ્સની ખરીદી, વેચાણ અને ટ્રાન્સપોર્ટ, માલિકીનો હક અને આયાત અને નિકાસ બન્નેનું કાવતરું રચ્યું હતું. તે ગાંજા, બડ અને મારિજુઆનાની પણ ખરીદી કરી હતી.
તે સિવાય, ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, ડ્રગ્સના ખરીદ-વેચાણ માટે રિયા સાથે તેનો ભાઈ શૌવિક, સુશાંત સિંહ રાજપૂતનો હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડા, રસોઈયો દિપેશ સાવંત અને ઋષિકેશ નામનો એક શખ્સ સહિત અનેક લોકો સામેલ હતા. આ તમામ લોકો સુશાંતને પણ ડ્રગ્સ લાવીને આપતા હતા. આમાથી અનેક લોકો જામીન પર બહાર છે અને કેટલાક જેલમાં જ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ધર્મ-જ્યોતિષ
સુરત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)