શોધખોળ કરો
ઘરે ઘરે જોવાતી આ ફેમસ ટીવી સીરિયલ હવે થઇ શકે છે બંધ, જાણો 5 વર્ષ બાદ શું આવ્યો પ્રૉબ્લમ

1/5

2/5

'યે હૈ મોહબ્બતેં' સીરિયલમાં દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલ મુખ્ય રૉલમાં છે. દિવ્યાંકા આ સીરિયલનાં ઇશિતાની ભૂમિકા નિભાવી રહી છે, જે ડેન્ટિસ્ટ હોવાની સાથે સાથે રમણ ભલ્લાની પત્ની પણ છે. વળી, કરણ પટેલ રમણ ભલ્લાના રૉલમાં દેખાઇ રહ્યો છે, જે બિઝનેસમેન છે. આ સીરિયલમાં ફેન્સને રમણ અને ઇશિતાની જોડી ખુબ પસંદ આવી છે, પણ હવે સીરિયલ બંધ થવાના સમાચાર તેમને નિરાશ કરી શકે છે.
3/5

'યે હૈ મોહબ્બતેં'ની ટીઆરપીની વાત કરીએ તો આ શૉ કેટલાય વર્ષો સુધી ટૉપ 10 સીરિયલની લિસ્ટમાં આવી ચૂક્યો છે, જોકે છેલ્લા થોડાક સમયથી શૉની ટીઆરપી ખુબ ઓછી થઇ ગઇ છે, એટલે આ સીરિયલની ઓફ એર થવાના રિપોર્ટ્સને ઓછી થયેલી ટીઆરપી સાથે જોડીને લોકો જોઇ રહ્યાં છે. આ શૉને ટીઆરપીમાં વધારો લાવવા માટે અનેક પ્રકારના ફેરફારો પણ કરવામાં આવ્યા પણ ટીઆરપીમાં કોઇ ખાસ ફરક પડ્યો નહીં.
4/5

કહેવાઇ રહ્યું છે કે, આ શૉ ઓક્ટોબરમાં બંધ થઇ શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો આ સીરિયલના છેલ્લા એપિસૉડનું મોટા સ્તરે શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં સીરિયલની પુરેપુરી કાસ્ટ શૂટિંગ માટે વિદેશ પણ જઇ શકે છે. જોકે, આ પહેલા પણ સીરિયલની આખી કાસ્ટ વિદેશમાં શૂટિંગ માટે જઇ ચૂકી છે.
5/5

નવી દિલ્હીઃ એકતા કપૂરની ફેસમ ટીવી સીરિયલ 'યે હૈ મોહબ્બતેં' છેલ્લાં પાંચ વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહી હતી, આ શૉએ ટીઆરપીના નામે અનેક કિર્તીમાન સ્થાપિત કર્યા છે, પણ થોડાક મહિનાઓથી આ શૉ ટૉપ 10માં જગ્યા મેળવવામાં અસફળ રહ્યો. હવે રિપોર્ટ્સ એવા છે કે જે ફેન્સને ચોંકાવી દેશે, સમાચારોનું માનીએ તો 'યે હૈ મોહબ્બતેં' શૉ ટુંકસમયમાં ઓફ એર થવાનો છે, એટલે કે બંધ થઇ શકે છે.
Published at : 28 Aug 2018 11:51 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
ગુજરાત
Advertisement
