શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે વિખવાદની વચ્ચે લોકોએ કહ્યું- આ બોલિવૂડ એક્ટરને બનાવો CM
અનિલ કપૂરની આ ટ્વીટ પર લોકોએ પણ મજા લીધી છે અને કેટલાકને તેમની આ વાત પસંદ પણ આવી છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદથી જ ભાજપ અને શિવસેના વચ્ચે વિખવાદ થઇ ગયો છે જેમાં મુખ્યમંત્રી પદ માટે બેય પાર્ટીઓ વચ્ચે ખેંચતાણ થઈ રહી છે. બેય પાર્ટીઓ વચ્ચેના ઘમાસાણના સોશિયલ મીડિયામાં ચર્ચા છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે? આ જોઈને એક ટ્વિટર યૂઝરે સલાહ આપી છે કે જ્યાં સુધી કોઈ ઉકેલ નથી આવતો ત્યાં સુધી અનિલ કપૂરને મહારાષ્ટ્રના સીએમ બનાવી દેવામાં આવે.
વિજય ગુપ્તા નામક એક યુઝરે ટ્વિટ કરીને લખ્યું "મહારાષ્ટ્રમાં જ્યાં સુધી કોઈ રસ્તો નથી નીકળતો ત્યાં સુધી અનિલ કપૂરને મુખ્યમંત્રી બનાવીને જોઈ લઈએ. પડદા પર તો તેમના એક દિવસનો કાર્યકાળ આખા દેશે જોયો છે અને વખાણ્યો પણ છે. દેવેન્દ્ર ફડણવીસ અને આદિત્ય ઠાકરે શું વિચારી રહ્યા છે?"આ ટ્વિટ થોડાક જ સમયમાં વાયરલ થઇ ગયો અને અનિલ કપૂરે પણ તેના પર પોતાનો પ્રતિભાવ આપ્યો.महाराष्ट्र में जब तक कोई रास्ता नहीं निकलता तब तक @AnilKapoor को ही मुख्यमंत्री बना कर देख लेते हैं। पर्दे पर उनके एक दिन का कार्यकाल पूरे देश ने देखा है और सराहा है। @Dev_Fadnavis और @AUThackeray क्या सोच रहे हैं ?? pic.twitter.com/GSCIL9mo2R
— Vijay gupta (@vijaymau) October 30, 2019
અનિલ કપૂરે જવાબ આપ્યો કે, હું નાયક જ બરાબર છું. સોશિયલ મીડિયા પર અનિલ કપૂરના સેન્સ ઓફ હ્યુમરના વખાણ કરવામાં આવી રહ્યા છે. અનિલ કપૂરની આ ટ્વીટ પર લોકોએ પણ મજા લીધી છે અને કેટલાકને તેમની આ વાત પસંદ પણ આવી છે. ફિલ્મ ‘નાયક’માં અનિલ કપૂર સિવાય રાણી મુખર્જી, અમરીશ પુરી અને પરેશ રાવલ લીડ રોલમાં હતી. ફિલ્મમાં અનિલ કપૂરે એક ટીવી જર્નાલિસ્ટની ભૂમિકા ભજવી હતી.मैं nayak ही टीक हूँ ????@vijaymau https://t.co/zs7OPYEvCP
— Anil Kapoor (@AnilKapoor) October 31, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement