મુંબઈ: #MeToo કેમ્પેઈને બોલીવુડમાં જોર પકડ્યું છે. નાના પાટેકર અને સાજિદ ખાન જેવા મોટા નામ સામે આવ્યા બાદ હવે મોટા ફિલ્મ પ્રોજેક્ટ્સ પર પણ તેની અસર પડી રહી છે. ફિલ્મ ‘હાઉસફુલ-4’નાં અભિનેતા અક્ષય કુમારે સાજિદ અને નાના પાટેકર પર લાગેલા આરોપો અંતર્ગત તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી નિર્માતાઓને શૂટિંગ કેન્સલ રાખવાનો અનુરોધ કર્યો છે.
2/3
ઉલ્લેખનીય છે કે આરોપો બાદ સાજિદ ખાને ટ્વિટ કરીને ‘હાઉસફુલ-4’નું નિર્દેશન છોડ્યું હોવાની વાત કરી અને પોતાનો પક્ષ રાખ્યો હતો.
3/3
સાજિદ ખાન પર લાગેલા ગંભીર આરોપો બાદ તેની બહેન ફરાહ ખાને નિવેદન આપ્યું છે. ફરાહ ખાને ટ્વિટ કરીને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ફરાહએ લખ્યું કે, ‘આ મારા પરિવાર માટે માઠા સમાચાર છે. અમારે અઘરા મુદ્દા પર કામ કરવાની જરૂર છે. જો મારા ભાઈએ આવુ કર્યું છે તો તેને તેનું પરિણામ ભોગવવું પડશે. હું કોઇપણ રીતે આ વર્તનનું સમર્થન કરતી નથી અને જેમની સાથે આવું થયું છે તે મહિલાઓની સાથે છું.’