શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Raju Srivastava Funeral: દિલ્હીમાં આ જગ્યાએ યોજાશે રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર, પરીવારે આપી જાણકારી

કોમેડીની દુનિયાના સૌથી પ્રખ્યાત અને ભારતના શ્રેષ્ઠ હાસ્ય કલાકારોમાં ગણાતા રાજુ શ્રીવાસ્તવ હવે આ દુનિયામાં નથી. જીવન અને મૃત્યુ વચ્ચેની લાંબી લડાઈ લડ્યા બાદ આજે રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે.

Raju Srivastava Died: કોમેડીની દુનિયાના સૌથી પ્રખ્યાત અને ભારતના શ્રેષ્ઠ હાસ્ય કલાકારોમાં ગણાતા રાજુ શ્રીવાસ્તવ હવે આ દુનિયામાં નથી. 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જીવન અને મૃત્યુ વચ્ચેની લાંબી લડાઈ લડ્યા બાદ આજે આ કોમેડિયનનું નિધન થયું છે.

દિલ્હીમાં યોજાશે અંતિમવિધીઃ

રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કારની વિધી અંગે પરીવારે જાણકારી આપી છે. જે મુજબ આવતીકાલે 22 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં આવેલા નિગમબોધ ઘાટ ખાતે રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મહત્વનું છે કે, આજે રાજુ શ્રીવાસ્તવે દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં અંતિમશ્વાસ લીધા હતા. રાજુને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારથી તેમની હાલત નાજુક હતી. કોમેડિયનને પહેલા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો ન થતાં તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. તમામ પ્રયાસો પછી પણ ડોક્ટરો રાજુ શ્રીવાસ્તવને બચાવી શક્યા ન હતા અને બધાને હસાવનાર કોમેડિયન બધાને રડાવીને આ દુનિયામાંથી કાયમ માટે ચાલ્યા ગયા છે.

રાજુએ મોટો સંઘર્ષ કર્યો

રાજુ શ્રીવાસ્તવે 80 ના દાયકાથી મનોરંજનની દુનિયામાં સંઘર્ષ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેઓ તેમની પ્રતિભા અનુસાર ઓળખ મેળવી શક્યા ન હતા. જો કે, આ સમય દરમિયાન રાજુ શ્રીવાસ્તવે ચોક્કસપણે બોલિવૂડ સુપરસ્ટાર અનિલ કપૂરની ફિલ્મ તેઝાબ સાથે હિન્દી સિનેમા જગતમાં પગ મૂક્યો હતો. તેમ છતાં રાજુને હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી હતી.

વર્ષો પછી વર્ષો વીતી ગયા પણ રાજુને તે ખ્યાતિ મળી રહી નથી જે તે હકદાર હતો. પરંતુ ત્યારપછી વર્ષ 2005 આવ્યું અને ત્યાંથી રાજુ શ્રીવાસ્તવનું ભાગ્ય બદલાઈ ગયું. હા, આ વર્ષે પ્રખ્યાત કોમેડી શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં રાજુ શ્રીવાસ્તવે પોતાની કોમેડી કૌશલ્યથી દરેકના દિલ જીતી લીધા હતા અને આ શોથી રાજુ શ્રીવાસ્તવનું નામ ગજોધર ભૈયા તરીકે ફેમસ થયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો

Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત

'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો

ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ

ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો

બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો

તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....

ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા

Embed widget