RRR Sequel:ગોલ્ડન ગ્લોબ જીત્યા બાદ 'RRR'ની સિક્વલ પણ કન્ફર્મ, SS રાજામૌલીએ સ્ક્રિપ્ટ પર કામ કર્યું શરૂ
RRR Sequel: SS રાજામૌલીની 'RRR' એ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં ઈતિહાસ રચીને દેશને ગૌરવ અપાવ્યું છે. આ ખુશીને બમણી કરતી વખતે ફિલ્મ નિર્માતાએ હવે ફિલ્મની સિક્વલની પણ પુષ્ટિ કરી છે.
Golden Globe Awards 2023: લોસ એન્જલસમાં 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં ઘણી કેટેગરીમાં વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ ભારતની સાઉથની ફિલ્મ 'RRR'એ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2023માં ટાઈટલ જીત્યું છે. ફિલ્મનું ગીત 'નાતુ-નાતુ' બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં જીત મેળવી છે. આ મોટી ઉપલબ્ધિ વચ્ચે એસએસ રાજામૌલીએ પણ ફિલ્મની સિક્વલ વિશે વાત કરી છે અને આ વિશે પુષ્ટિ કરી કે તેમની પાસે એક 'શાનદાર આઇડિયા' છે અને તેઓ તેને લખવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે.
'RRR'ની સિક્વલની તૈયારીઓ ચાલી રહી છે
80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સની રેડ કાર્પેટ પર એસએસ રાજામૌલીએ ફિલ્મ 'RRR' સિક્વલ વિશે વાત કરી અને એ પણ પુષ્ટિ કરી કે તે સ્ક્રિપ્ટ લખવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે. રાજામૌલીએ ખુલાસો કર્યો કે “જ્યારે ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યારે તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. જેને પગલે અમે સિક્વલ વિશે વિચાર્યું હતું. અમારી પાસે કેટલાક સારા આઇડિયા હતા પરંતુ તે તેટલા અસરકારક લાગી રહ્યા ન હતા. તે પછી પશ્ચિમમાં ફિલ્મની વાહવાહી શરૂ થઈ તે બાદ થોડા અઠવાડિયા પછી જ્યારે અમે મારા પિતા અને મારા પિતરાઈ ભાઈ (જે લેખન ટીમનો ભાગ છે) સાથે ફરી ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એક શાનદાર આઇડિયા આવ્યો અને અમે તરત જ તેનાપર લખવાનું શરૂ કર્યું. પરંતુ જ્યાં સુધી સ્ક્રિપ્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે તેની સાથે આગળ વધી શકતા નથી. જો કે અમે તેના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.
Here we RRR!! ❤️🔥 #GoldenGlobes2023 pic.twitter.com/3Qf5agvvlb
— RRR Movie (@RRRMovie) January 10, 2023
'RRR' ના 'નાતુ નાતુ' એ ઈતિહાસ રચ્યો
ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2023માં ઓરીજનલ સોંગ કેટેગરીમાં આરઆરઆરના નાતું નાતુંએ ટેલર સ્વિફ્ટની 'કેરોલિના', 'વ્હેર ધ ક્રાઉડ્સ સિંગ', ગિલેર્મો ડેલ ટોરોના પિનોચિયોથી 'સીયાઓ પાપા', ટોપ ગનથી લેડી ગાગાનું ગોલ્ડ માય હેન્ડ, માવેરિક અને રિહાનાની 'લિફ્ટ મી'ને હરાવીને વિજેતા બનીને ઈતિહાસ રચ્યો છે. જો કે, આ ફિલ્મ શ્રેષ્ઠ નોન-અંગ્રેજી ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ મેળવવાથી વંચિત રહી ગઈ છે.