શોધખોળ કરો
હૉલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ ‘અવતાર’ માટે આ બોલિવૂડ સ્ટારને થઈ હતી ઑફર, આ કારણે કરી હતી રિજેક્ટ, જાણો
અવતાર ફિલ્મ અંગે વાત કરતા ગોવિંદાએ જણાવ્યું કે, જેમ્સ કેમરુનને આ ફિલ્મનુ નામ પણ તેણે સૂચવ્યું હતું. અને તે સુપરહિટ સાબિત થઈ હતી.

મુંબઈ: જેમ્સ કેમરુનની સુપરહિટ હોલિવૂડ ફિલ્મ ‘અવતાર’ ને લઈને બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદાએ મોટો ખુલાસો કર્યો છે. જેને લઈને સૌ કોઈ ચોંકી ગયા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક યાદગાર ફિલ્મો આપનાર ગોવિંદાએ એક ન્યૂઝ ચેનલના ટીવી શો દરમિયાન દાવો કરતા કહ્યું કે હૉલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ ‘અવતાર’ તેને ઓફર થઈ હતી. પંરતુ તેણે રોલ કરવાનો ઇનકાર કરી દીધો હતો.
ગોવિંદાએ અવતાર ફિલ્મ અંગે વાત કરતા જણાવ્યું કે, જેમ્સ કેમરુનને આ ફિલ્મનુ નામ પણ તેણે સૂચવ્યું હતું. અને તે સુપરહિટ સાબિત થઈ હતી. ગોવિંદાએ કહ્યું કે આ ફિલ્મ માટે મને રોલ મળ્યો હતો પરંતુ મે રિજેક્ટ કરી દીધો હતો. કારણ કે હું 410 દિવસ સુધી ફિલ્મનુ શૂટિંગ કરી શકતો નથી. અને તમે મારી બૉડી પર કલર લગાવશો તે મારાથી થાય તેમ નથી.
ગોવિંદાએ અવતાર ફિલ્મ અંગે વાત કરતા જણાવ્યું કે, જેમ્સ કેમરુનને આ ફિલ્મનુ નામ પણ તેણે સૂચવ્યું હતું. અને તે સુપરહિટ સાબિત થઈ હતી. ગોવિંદાએ કહ્યું કે આ ફિલ્મ માટે મને રોલ મળ્યો હતો પરંતુ મે રિજેક્ટ કરી દીધો હતો. કારણ કે હું 410 દિવસ સુધી ફિલ્મનુ શૂટિંગ કરી શકતો નથી. અને તમે મારી બૉડી પર કલર લગાવશો તે મારાથી થાય તેમ નથી. ગોવિંદાએ વધુમાં જણાવ્યું કે મે પહેલા જ કહી દીધું હતું કે તમારી ફિલ્મ સુપરહિટ થનારી છે. સાથે એ પણ કહ્યું હતું કે તમારી આ ફિલ્મ બનતા સાત વર્ષ લાગશે. તમે ફિલ્મ પૂરી કરી શકશો નહીં એવું મને લાગે છે. તેના પર તેઓ ગુસ્સે પણ થઈ ગયા હતા.View this post on InstagramReally enjoyed Aap ki Adalat, thank you so much Rajat ji ????????????
વધુ વાંચો




















