![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
HBD: સલમાન 14 વર્ષની વયે પાડોશમાં રહેતી ટોચની એક્ટ્રેસના પ્રેમમાં હતો પાગલ, અગાસીમાં સૂતો ને સાડા પાંચ વાગે ઉઠી જતો, એક્ટ્રેસના યોગ ક્લાસમાં જતો ને.....
આજે સલમાન ખાન તેનો 57નો જન્મદિવસ મનાવી રહ્યાં છે ત્યારે એ સવાલ થવો સ્વાભાવિક છે કે, આખરે શા માટે સલમાન ખાને લગ્ન ન કર્યાં,
![HBD: સલમાન 14 વર્ષની વયે પાડોશમાં રહેતી ટોચની એક્ટ્રેસના પ્રેમમાં હતો પાગલ, અગાસીમાં સૂતો ને સાડા પાંચ વાગે ઉઠી જતો, એક્ટ્રેસના યોગ ક્લાસમાં જતો ને..... Happy birthday salman khan not aishwarya rai katrina kaif this actress reason he never got married HBD: સલમાન 14 વર્ષની વયે પાડોશમાં રહેતી ટોચની એક્ટ્રેસના પ્રેમમાં હતો પાગલ, અગાસીમાં સૂતો ને સાડા પાંચ વાગે ઉઠી જતો, એક્ટ્રેસના યોગ ક્લાસમાં જતો ને.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/27/5f43b5fcb0a7e20cc61fe5154a824722_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
HBD: આજે સલમાન ખાન તેનો 57નો જન્મદિવસ મનાવી રહ્યાં છે ત્યારે એ સવાલ થવો સ્વાભાવિક છે કે, આખરે શા માટે સલમાન ખાને લગ્ન ન કર્યાં, શું આપને ખ્યાલ છે. આ સવાલનો જવાબ તેમણે એક સમયે આપ્યો હતો. તેના માટે એક્ટ્રેસ જવાબદાર છે. જાણીએ કોણ છે એ એક્ટ્રેસ
જ્યારે પણ કોઇ સેલિબ્રિટિ લગ્ન સૂત્રથી બંધાઇ તો અવશ્ય સવાલ થાય છે કે, સલમાન ખાન ક્યારે લગ્ન કરશે. સલમાનના લગ્નનો આ સવાલ હંમેશા ચર્ચાતો રહ્યો છે. તેના ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જુએ છે. તેમના ફેન્સથી માંડીને દરેક લોકો એ જાણવા ઇચ્છુક છે, કે આખરે દબંગ ખાને કેમ લગ્ન નથી કર્યાં ?
સલમાન ખાન મોસ્ટ ઇલિઝિબલ બેચલર છે. તે આજે 57 વર્ષની ઉંમરે પણ તે ઉંમરને માત આપતા યંગ જ દેખાય છે. ત્યારે દરેક ફેન્સ તેના મેરેજને લઇને ઉત્સુક છે. કે આખરે ક્યાં સલમાન પ્રભુતામાં પગલા માંડશે, સલમાન ખાના મેરેજ એ આપણા દેશનો મોસ્ટ ડિબેટેબલ સબ્જેક્ટ બની ગયો છો. તેને અનેક ઇન્ટરવ્યુમાં આ સવાલ કરવામાં આવે છે અને તે ખૂબ જ મજાકિયા અંદાજમાં તેનો જવાબ આપે છે.
સલમાન ખાનના સિંગલ સ્ટેટસ માટે કઇ હિરોઇન જવાબદાર છે. તે મુદ્દે બિગ બોસની સિઝન 8માં ખુલાસો થયો હતો. બિગ બોસ સિઝન 8માં રેખા તેની ફિલ્મ સુપર નાનીના પ્રમોશન માટે આવી હતી. આ સમયે ખુદ સલમાન ખાને તેમના સિંગલ હોવા માટે રેખા જવાબદાર હોવાનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “ જ્યારે તે 14 વર્ષના હતો ત્યારે મુંબઇમાં તેમની બાજુમાં રહેતો હતો અને તે રેખાને મોર્નિંગ વોક કરતી જોવા માટે તે વહેલી સવારે 5:30 ઉઠી જતો હતો અને તેમણે તેમના માટે જ તેમની સાથે યોગા ક્લાસ પણ જોઇન કર્યો હતો.
સલમાન ખાને કહ્યું કે, “ એ સમયે મારો યોગા સાથે દૂર દૂરનો નાતો ન હતો. પરંતુ જો કે રેખા એ યોગા ક્લાસિસમાં યોગ શીખતી હતી, તો હું અને મારા મિત્રો ત્યાં પહોંચી જતાં હતા”.
રેખાએ આ મામલે જવાબ આપ્યો કે, “મારા ઘરની આસપાસના લોકો પણ કહેતા હતા કે, આ યુવક મોટા થયા બાદ તારી જોડે લગ્ન કરવાની વાતો કરે છે. સલમાન જવાબ આપ્યો કે, બસ આ કારણે જ હું સિંગલ રહી ગયો તો હસતાં -હસતાં રેખાએ પણ કહ્યું કે, આ જ કારણસર હું પણ સિંગલ છું”
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)