શોધખોળ કરો
Advertisement
રેલવે સ્ટેશન પર ગીતો ગાનારી રેણુંની કિસ્મત ચમકી, હિમેશ રેશમિયાએ ફિલ્મ માટે રેકોર્ડ કર્યુ ગીત, જુઓ વીડિયો
રેલવે સ્ટેશન પર સ્વર કોકિલા લતા મંગેશકરનું ગીત ‘એક પ્યાર કા નગમા હૈ’ ગાઈને રાતોરાત સોશિયલ મીડિયા પર છવાઈ ગયેલી રેણું મોંડલની જીંદગી હવે બદલાઈ ગઈ છે. ગાયક હિમેશ રેશમિયાએ પોતાની આગામી ફિલ્મમાં રેણુંને ગીત ગાવાની તક આપી છે.
મુંબઈ: રેલવે સ્ટેશન પર સ્વર કોકિલા લતા મંગેશકરનું ગીત ‘એક પ્યાર કા નગમા હૈ’ ગાઈને રાતોરાત સોશિયલ મીડિયા પર છવાઈ ગયેલી રેણું મોંડલ ની જીંદગી હવે બદલાઈ ગઈ છે. હાલમાં જ તેમનું મેકઓવર પણ થયું હતું. તેના બાદ તેમને અનેક મોટી ઑફર્સ મળવા લાગી છે. જાણીતા ગાયક હિમેશ રેશમિયાએ પોતાની આગામી ફિલ્મમાં રેણુંને ગીત ગાવાની તક આપી છે. જેનો વીડિયો હિમેશે શેર કર્યો છે.
હિમેશ રેશમિયા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં રેણું ગીત રેકૉર્ડ કરતી નજર આવી રહી છે. સોશિયલ મીડિયા રેણુના સુરિલા અવાજની ખૂબ પ્રશંસા થઈ રહી છે અને તેનો વીડિયો પણ શેર કરી રહ્યાં છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, બોલિવૂડ સિંગર હિમેશ રેશમિયાએ રેણુંને તેની આગામી ફિલ્મ ‘હૈપ્પી હાર્ડી એન્ડ હીર’માં ગીત ગાવાની ઑફર આપી છે. આ ફિલ્મમાં તે જે ગીત ગાવા જઈ રહી છે તેનું ટાઈટલ છે તેરી મેરી કહાની. આ સિવાય રેણુંને મુંબઈમાં હિમેશ અને અન્ય જજિસ સાથે એક શોમાં ભાગ લેવા જઈ રહી છે. રેણું મોંડલ પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરના છે. તે પોતાનું ગુજરાન રેલવે સ્ટેશન અને લોકલ ટ્રેનમાં ગીત ગાઈને ગુજારે છે. તે દરમિયાન કોઈકે રેણુંનો રાનાઘાટ સ્ટેશન પર ગીત ગાતો વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement