શોધખોળ કરો

બચ્ચન પરિવારમાંથી હવે કયા સભ્યોને જોવા મળ્યા કોરોનાના લક્ષણો, કુલ કેટલા સભ્યોને કરાયા એડમિટ? જાણો

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન પણ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા બચ્ચનને મુંબઈની નાણાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બન્નેને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ પહેલા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન પણ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તો આવો હવે બચ્ચન પરિવારમાંથી કોણ કોરોનાથી સંક્રમિત થયું છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગયા શનિવારે અમિતાભ અને અભિષેકનો આવ્યો હતો રિપોર્ટ ગયા શનિવારે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટરના માધ્યમથી લોકોને કોરોના રિપોર્ટ પોઝિટિવની જાણકારી આપી હતી. રિપોર્ટ પોઝિટિવ આવતાં જ અમિતાભ તાત્કાલિક નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા હતાં. અમિતાભ બચ્ચનનો રિપોર્ટ આવ્યા બાદ થોડા સમય બાદ પુત્ર અભિષેક બચ્ચનને રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ પિતા અને પુત્રની સારવાર ચાલી રહી છે. બચ્ચન પરિવારના અન્ય સદસ્યોનો શું રિપોર્ટ આવ્યો તેની ચાહકો રાહ જોઈ રહ્યા હતાં. જોકે હવે પરિવારના તમામ લોકોને રિપોર્ટ આવી ગયો છે. પહેલા રિપોર્ટમાં ઐશ્વર્યા અને આરાધ્યાને નહોતા કોરોનાના લક્ષણો અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચનને પણ કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હતો. બન્નેમાં કોરોનાના લક્ષણો નહોતા. ત્યારે જયા બચ્ચનનો પણ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 12 જુલાઈએ પોઝિટિવ આવ્યા ઐશ્વર્યા અને આરાધ્યા ત્યાર બાદ 12 જુલાઈએ ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ ઐશ્વર્યા અને આરાધ્યા ઘર જ હોમ કોરોન્ટાઈન થયા હતાં. હવે સુત્રોની જાણકારી પ્રમાણે, બન્નેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી બન્નેને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બન્નેની સારવાર ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે

બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો

Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા

Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Bhupatsinh Jadeja | પી.ટી.એ રાજીનામું આપી જ દેવું જોઈએ.. હાલક ડોલક કરી સમાજને બદનામ કરે છેGeniben Thakor |જે ભેદભાવ રાખે એની સામે ભેદભાવ રાખવાનો અને રાખવાનો જ..| ગેનીબેનનો હુંકારDileep Sanghani |સી.આર.પાટીલના નિવેદન બાદ તમે ડરી ગયા છો? શું આપ્યો દિલીપ સંઘાણીએ જવાબDahod Rain Updates| આગાહીની વચ્ચે શહેરના કેટલાક ભાગોમાં ગઈ કાલે ખાબક્યો વરસાદ, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
ભર ઉનાળે મચ્છુ-2 ડેમનાં પાંચ દરવાજા રિપેર કરાશે, પાણી નદીમાં છોડાતા 34 ગામને એલર્ટ કરાયા

Mother's Day Special: માતા આખી જિંદગી તેના બાળકોની સંભાળ રાખે છે, પરંતુ તમે કેવી રીતે તેની સંભાળ રાખશો?

વાવાઝોડાને કારણે હવામાન ઠંડુ થયું! આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો આજનું હવામાન

Lok Sabha Elections 2024: 13 મેએ ચોથા તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર, રાજ્યોની 96 બેઠક માટે થશે મતદાન

Embed widget