શોધખોળ કરો
Advertisement
ઋતિક અને ટાઇગરની ફિલ્મ 'વૉર' 300 કરોડ ક્લબમાં સામેલ, જાણો કમાણી
બોલીવૂડ અભિનેતા ઋતિક અને ટાઇગર શ્રોફની ફિલ્મ 'વૉર' બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી છે. આ ફિલ્મે અત્યાર સુધીની ઘણી મોટી ફિલ્મના રેકોર્ડ તોડી નાખ્યા છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા ઋતિક અને ટાઇગર શ્રોફની ફિલ્મ 'વૉર' બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી છે. આ ફિલ્મે અત્યાર સુધીની ઘણી મોટી ફિલ્મના રેકોર્ડ તોડી નાખ્યા છે. ઉપરાંત, આવનારી ફિલ્મો માટે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મ 300 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
ઋતિક અને ટાઇગર શ્રોફની ફિલ્મ વોરે રિલીઝનાં 20 દિવસમાં 304 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઇ છે. ફિલ્મ વૉર સ્ક્રિન્સ પર તેના શાનદાર પ્રદર્શનથી બીજી ફિલ્મોને પણ પછાડી આ સાથે સાથે નવા રેકોર્ડ પણ બનાવ્યા હતા. હિન્દી વર્ઝનના આંકડાને જોઇને લાગે કે, ફિલ્મે 21 ઓક્ટોબરે 3.5 થી 4 કરોડની કમાણી કરી હતી. ફિલ્મ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને કહ્યુ છે કે, આ ફિલ્મ સુલતાન અને પદ્માવતનો રેકોર્ડ તોડીને 7મી સૌથી હાઇએસ્ટ કમાણી કરનારી ફિલ્મ પણ બની ગઇ છે. તરણ આદર્શના મુજબ ટ્વીટ કરીને જણાવ્યુ છે કે, ફિલ્મ વોર ઇન્ટરનેશનલ બોક્સ ઓફિસ પર ખુબ ધમાલ મચાવી રહી છે. વિદેશમાં પણ ઋત્વિક અને ટાઇગરની ફિલ્મ વોર 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઇ છે. જે એક રેકોર્ડ છે.#War crosses *lifetime biz* of #Sultan and #Padmaavat... Now seventh highest grossing #Hindi film... [#Hindi; Week 3] Fri 2.80 cr, Sat 4.35 cr, Sun 5.60 cr, Mon 2.10 cr. Total: ₹ 290 cr. Including #Tamil + #Telugu: ₹ 304 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) October 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement