શોધખોળ કરો
Advertisement
તેલુગુ એક્ટર અને જાણીતા કોમેડિયન વેણુ માધવનું નિધન, ચંદ્રબાબુ નાયડુએ વ્યક્ત કર્યો શોક
આજે બપોરે 12.20 વાગે વેણુએ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં. તેલુગુ દેશમ પાર્ટીના ચીફ તથા આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.
હૈદરાબાદઃ સાઉથ ઈન્ડિયન ફિલ્મ્સના કોમેડિયન વેણુ માધવનું માત્ર 39 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. છેલ્લાં થોડા સમયથી વેણુ માધવની તબિયત ખરાબ હતી. સાત સપ્ટેમ્બરના રોજ વેણુ માધવને હૈદરાબાદની યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. વેણુને કિડની તથા લીવરની બીમારી હતી.
ડોક્ટરની સલાહ પર 22 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલમાંથી લીવર ટ્રાન્સ્પ્લાન્ટ બાદ વેણુને રજા આપવામાં આવી હતી. જોકે, તબિયત ખરાબ થતાં ફરી વાર સિકંદરાબાદની એક હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. આજે (25 સપ્ટેમ્બર) બપોરે 12.20 વાગે વેણુએ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં. તેલુગુ દેશમ પાર્ટીના ચીફ તથા આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.
વેણુએ પોતાની કરિયરની શરૂઆત મિમિક્રી આર્ટિસ્ટ તરીકે કરી હતી. ત્યારબાદ કોમેડિયન તરીકે ફિલ્મ્સમાં કામ કરવાની શરૂઆત કરી હતી. વેણુની પહેલી તેલુગુ ફિલ્મ ‘સંપ્રદાયમ’ (1996) હતી. વેણુની અંતિમ ફિલ્મ ‘ડો. પરમનંદૈયા’ છે. આ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2016મા થયું હતું પરંતુ હજી સુધી આ ફિલ્મ રિલીઝ થઈ નથી. વેણુએ તેલુગુ દેશમ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો. નવા મોટર વ્હીકલ એક્ટને લઈ કેન્દ્રનું ફરમાન, દસ્તાવેજ ન હોય તો પણ ન આપતા મેમો પણ રાખી આ શરત શૂટિંગમાંથી આવતી શ્રદ્ધા કપૂરને ઘેરી વળ્યા શેરી કૂતરા, સામે આવી તસવીરો મુકેશ અંબાણી સતત આઠમા વર્ષે ભારતના સૌથી ધનિક વ્યક્તિ, ટોપ-10માં ગુજરાતીઓનો દબદબો, જાણો કેટલી છે સંપત્તિమిమిక్రీ కళాకారుడిగా, సినీ హాస్య నటుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసిన వేణుమాధవ్ మృతి విచారకరం. తెదేపా ఎన్నికల ప్రచారంలోనూ తనదైన ప్రత్యేకతతో ప్రజలని ఆకట్టుకున్నారు. వేణుమాధవ్ మృతికి నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
— N Chandrababu Naidu (@ncbn) September 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement