નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલી ગેંગરેપની ઘટનાઓ પર હવે ફિલ્મી કલાકારો પણ નિવેદનો આપવા લાગ્યો છે, આ કડીમાં હવે વધુ એક એક્ટ્રેસનું નામ જોડાઇ ગયું છે. બૉલીવુડની હૉટ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે ગેંગરેપ પર પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. તેને કહ્યું કે, ભારત 'મહાત્મા ગાંધીની ભૂમિ'માંથી 'સામૂહિક બળાત્કારીઓની ભૂમિ' બની ગયો છે. મલ્લિકા બુધવારે 'દાસ દેવ'ની સ્પેશ્યલ સ્ક્રીનિંગના પ્રસંગે મીડિયા સાથે વાત કરી રહી હતી.
4/6
5/6
'મર્ડર'ની એક્ટ્રેસે પોતાની આગામી ફિલ્મો વિશે પણ જણાવ્યું, "એક આંતરરાષ્ટ્રીય ધારાવાહિક છે જેને ભારતમાં બનાવવા માટે મે રાઇટ્સ ખરીદી લીધા છે. જેને '24' (અમેરિકન) સીરીઝનો ભારતમાં નિર્માણ થયું હતું, હું આની જાહેરાત બહુ જલ્દી કરવાની છું. તે શૉને એમી પુરસ્કાર મળ્યો હતો."
6/6
મલ્લિકા શેરાવતે કહ્યું કે, "મને લાગે છે કે આ દેશમાં મહિલાઓ અને બાળકો સાથે જે થઇ રહ્યું છે, તે ખરેખર શરમજનક છે." તેને કહ્યું કે, "ગાંધીની ભૂમિમાંથી સામૂહિક બળાત્કારીઓની ભૂમિમાં ફેરવાઇ ગઇ છે અને મને લાગે છે કે તે મીડિયા જ છે, જેની પાસે વાસ્તવિક તાકાત છે, એટલે હવે બધી આશા મીડિયા પર જ છે."