શોધખોળ કરો
Advertisement
32 વર્ષના યુવકે કર્યો દાવો- હું ઐશ્વર્યા રાયનો દીકરો છુ, મારો જન્મ લંડનમાં.....
સંગીત કુમારે આરોપ લગાવ્યો કે તેના સંબંધીઓએ તેના બર્થ રેકોર્ડ્સ નષ્ટ કરી દીધા છે. આ શખસે ‘માતા’ ઐશ્વર્યા રાયની સાથે મુંબઈ શિફ્ટ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા એક મહિલાએ ગાયિકા અનુરાધા પૌડવાલની દીકરી હોવાનો દાવો કર્યો હતો. હવે એક 32 વર્ષિય યુવકે બોલિવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચનનો દીકરો હોવાનો દાવો કર્યો છે. તેનું કહેવું છે કે, તેનો જન્મ 1998માં થયો હતો. તે સમયે એશ્વર્યા રાય 15 વર્ષની હતી.
સ્પોટબોયમાં પ્રકાશિત સમાચાર અનુસાર, આ વ્યક્તિનું નામ સંગિત કુમાર છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો છે કે, એશ્વર્યા રાય તેની મા છે, અને તેનો આઈવીએફ દ્વારા લંડનમાં જન્મ થયો હતો.
રિપોર્ટ્સ મુજબ એક ઈન્ટરવ્યૂમાં સંગીત કુમાર નામના આ શખસે કહ્યું કે ઐશ્વર્યા રાયના માતા-પિતા વૃંદા રાય અને દિવંગત કૃષ્ણરાજ રાયે તેની બે વર્ષ સુધી દેખભાળ કરી. ત્યારબાદ સંગીત કુમારના પિતા વદિવેલૂ રેડ્ડી તેને લઈને વિશાખાપટ્ટનમ જતા રહ્યા.
સંગીત કુમારે આરોપ લગાવ્યો કે તેના સંબંધીઓએ તેના બર્થ રેકોર્ડ્સ નષ્ટ કરી દીધા છે. આ શખસે ‘માતા’ ઐશ્વર્યા રાયની સાથે મુંબઈ શિફ્ટ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા કેરળની રહેવાસી કરમાલા મોડેક્સે પણ તે અનુરાધા પૌડવાલની બાયોલોજી દીકરી ગણાવી હતી, તેણે પૂરાવો એ ગણાવ્યો કે, તેના પિતા અને બહુત પ્યાર કરતે હે સનમ સિંગર અનુરાધા એક બીજાના સારા મિત્ર છે. કરમાલાનો દાવો છે કે, તેની પાસે અનુરાધા અને તેના પિતાની મિત્રતાના સાક્ષી પણ છે. અહીં ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાયની વર્ષ 1988માં ઉંમર 15 વર્ષ હતી. આ ન્યૂઝ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. પરંતુ, ઐશ્વર્યા રાયે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement