Jailer: દુનિયાભરમાં રજનીકાંતની ધમાલ, 9માં દિવસે જેલરે પાર કર્યુ 400 કરોડનું કલેક્શન, જાણો
રજનીકાંતની ફિલ્મનો ક્રેઝ દર્શકોના માથે ચઢ્યો છે. આ સાથે આ ફિલ્મ દેશમાં જ નહીં વિદેશમાં પણ ખુબ કમાણી કરી રહી છે
Jailer Box Office Collection Day 9: અત્યારે બૉક્સ ઓફિસ પર બે ફિલ્મો ધમાલ મચાવી રહી છે, જ્યારે ખિલાડી કુમાર અક્ષયની ફિલ્મ ઓએમજી 2 ઊંધા માથે પટકાઇ રહી છે. એક્ટર સની દેઓલની ફિલ્મ 'ગદર 2'ની સાથે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની 'જેલર' ફિલ્મએ પણ બૉક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. રજનીકાંતની ફિલ્મનો ક્રેઝ દર્શકોના માથે ચઢ્યો છે. આ સાથે આ ફિલ્મ દેશમાં જ નહીં વિદેશમાં પણ ખુબ કમાણી કરી રહી છે. ખાસ વાત એ છે કે પાંચ વર્ષ બાદ 'થલાઈવા'ની કોઈ ફિલ્મ ટિકિટ વિન્ડો પર આટલો જબરદસ્ત બિઝનેસ કરી રહી છે. જાણો રજનીકાંતની 'જેલર'એ તેની રિલીઝના 9માં દિવસે કેટલા કરોડની કમાણી કરી ?
9મા દિવસે 'જેલર'એ કેટલું કલેક્શન કર્યું ? (Jailer Box Office Collection Day 9)
જેલર બૉક્સ ઓફિસ કલેક્શન દિવસ 9 રજનીકાંતની તાજેતરની રિલીઝ, 'જેલર' એ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર તામિલ ફિલ્મ અને દુનિયાભરમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર કૉલીવુડ ફિલ્મ બની છે. આ ફિલ્મએ 'પૉન્નિયન સેલ્વન II', 'વિક્રમ', 'બાહુબલી' અને 'RRR' જેવી મોટી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. 'જેલર' નેલ્સન દિલીપકુમાર દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે અને સુપરસ્ટાર રજનીકાંત સાથેની આ તેમની પ્રથમ ફિલ્મ છે. વળી, ફિલ્મની રિલીઝના 9મા દિવસના શરૂઆતી આંકડા પણ આવી ગયા છે, અને તે ચોંકાવી રહ્યાં છે.
SacNilkના શરૂઆતી ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'Jilor' ફિલ્મએ તેની રિલીઝના 9મા દિવસે અંદાજિત 9 કરોડ રૂપિયાનો અસાધારણ બિઝનેસ કર્યો છે. આ સાથે રજનીકાંતની ફિલ્મનું કુલ કલેક્શન હવે 244.85 કરોડ રૂપિયા થઈ ગયું છે.
દુનિયાભરમાં 'જેલર'નો ડંકો -
દુનિયાભરમાં પણ 'જેલર' હવે શાનદાર પ્રદર્શન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, જેલરે દુનિયાભરમાં 407.17 કરોડથી વધુની કમાણી કરી છે. હાલમાં રજનીકાંતની ફિલ્મ 500 કરોડનો આંકડો પાર કરવા પર નજર છે. જો આવું થાય તો જેલર વિશ્વવ્યાપી બૉક્સ ઓફિસ પર બીજી સૌથી મોટી તામિલ ફિલ્મ બની જશે અને તે PS-I (505 કરોડ)નો રેકૉર્ડ પણ તોડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, જેલર ફિલ્મ 10 ઓગસ્ટના રોજ દેશ અને દુનિયાના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી રજનીકાંતે બે વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર કમબેક કર્યું હતું. ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત તમન્ના ભાટિયા, રામ્યા કૃષ્ણન, શિવા રાજકુમાર, વિનાયકન, જેકી શ્રોફ અને મોહનલાલે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.