ફિલ્મની વાર્તામાં પણ સમયને અનુસરીને ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે મૂળ ફિલ્મની માફક આ ફિલ્મનું દિગ્દર્શન પણ તરુણ મનસુખાની કરશે. જોકે ફિલ્મને ફ્લોર પર આવતા થોડો સમય લાગશે.
2/4
જો કે કરણ જોહરે જ્હાનવી કપૂરને કાસ્ટ કરવાને લઈને આ વાતને માત્ર અફવા ગણાવી હતી. કરણ જોહર માટે ભાગે નવી પેઢીના કલાકારોને કાસ્ટ કરવામાં માને છે. જોકે હજી ત્રીજા કલાકાર એટલે કે બીજા અભિનેતાની પસંદગી બાકી છે.
3/4
મુંબઈ: કરણ જોહરની ફિલ્મ 'દોસ્તાના'ની સિકવલની તૈયારી થતી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ, અભિષેક બચ્ચન અને પ્રિંયકા ચોપરાએ મુખ્ય પાત્ર ભજવ્યા હતા. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે સારી ચાલી હતી. આ ફિલ્મની સીકવલ બનાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે.
4/4
કરણ જોહર ઘણા સમયથી આ ફિલ્મની સિકવલ બનાવાની તૈયારી કરતા હતા. કહેવાય છે કે નિર્માતાને હવે યોગ્ય સ્ક્રિપ્ટ મળી ગઇ છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરને લેવામાં આવે તેવી શક્યતાઓ છે.