શોધખોળ કરો
Advertisement
'PM નરેંદ્ર મોદી'ના બાયોપિક પોસ્ટરમાં પોતાનું નામ જોઈ ભડક્યા જાવેદ અખ્તર, જાણો વિગત
મુંબઈ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જિંદગી પર આધારિત બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી'નું ટ્રેલર હમણાં જ રિલીઝ થયું છે. રિલીજ થતા જ આ ટ્રેલર જબરદસ્ત ચર્ચામાં આવી ગયું છે. ફિલ્મમાં વિવેક ઓબેરોય પીએમ મોદીનો અભિનય કરતો જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ ઘણા લોકો વખાણ કરી રહ્યા છે. ત્યારે જાવેદ અખ્તરે ટ્વિટ કરી ફિલ્મ વિરુદ્ધ પોતાની નારાજગી જાહેર કરી છે.
ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીના ટ્રેલરના અંતમાં ફિલ્મ સાથે જોડાયેલા નિર્માતા-નિર્દેશક અને પુરી ટીમનું નામ દેખાડવામાં આવ્યું છે. આમાં એકદમ છેલ્લે જાવેદ અખ્તરનું નામ પણ સામેલ છે. તેમનું નામ આ ફિલ્મમાં લેરિક્સ ક્રેડિટમાં લખવામાં આવ્યું છે. જાવેદ અખ્તરે આ જોયું તો, તેમને ગુસ્સો આવી ગયો હતો કારણ કે તેઓ આ ફિલ્મ સાથે જોડાયેલા નથી અને એવામાં કોઈ કારણ વગર તેમનું નામ ફિલ્મની ક્રેડિટમાં લખવામાં આવ્યું છે. જાવેદ અખ્તરે એક ફોટો ટ્વિટ કરતા લખ્યું, હું ફિલ્મના પોસ્ટરમાં પોતાનું નામ જોઈ આશ્ચર્ય છુ કારણ કે, મે આ ફિલ્મ માટે કોઈ ગીત લખ્યું નથી. જાવેદ અખ્તરના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર જબરદસ્ત બબાલ શરૂ થઈ ગઈ છે. મુંબઇઃવિવેક ઓબેરોયની ફિલ્મ 'PM નરેન્દ્ર મોદી'નું ટ્રેલર થયું રીલિઝ, જુઓ વીડિયોAm shocked to find my name on the poster of this film. Have not written any songs for it ! pic.twitter.com/tIeg2vMpVG
— Javed Akhtar (@Javedakhtarjadu) March 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
ગુજરાત
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion