શોધખોળ કરો
Advertisement
‘તારક મહેતા…’માં થશે નવી સોનુની એન્ટ્રી, નવી એક્ટ્રેસના નામ જાણીને ચોંકી જશો
આ પહેલા સોનુની ભૂમિકા નિધિ ભાનુશાળી ભજવતી હતી.
નવી દિલ્હીઃ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં દયાબેન છેલ્લા બે વર્ષથી શોમાંથી ગાયબ છે અને તેની વાપસીને લઈને હાલમાં કોઈ સ્પષ્ટતા નથી. બીજી બાજુ શોમાં ટૂંકમાં જ નવી એન્ટ્રી થવાની છે. જોકે આ દિશા વાકાણી નહીં હોય પરંતુ ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી આત્મરામ ભિડેની દીકરી સોનુની એન્ટ્રી હશે.
આ પહેલા સોનુની ભૂમિકા નિધિ ભાનુશાળી ભજવતી હતી. આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં નિધિ ભાનુશાળીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને અલવિદા કહ્યું હતું. હાલ મુંબઈની એક કોલેજમાં BAનો અભ્યાસ કરતી નિધિએ ઉચ્ચ અભ્યાસ માટે શો છોડી દીધો. બાદમાં મેકર્સ નવી સોનુની શોધમાં લાગી ગયા છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર સોનુની ભૂમિકા માટે બે એક્ટ્રેસના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. એક્ટ્રેસ જીનલ જૈન અથવા પલક સિદ્ધવાની સોનુ ભિડેની ભૂમિકામાં જોવા મળશે.
ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ઘણા ઓડિશન લીધા પછી શોના મેકર્સે સોનુની ભૂમિકા માટે જીનલ જૈન અને પલક સિદ્ધવાની પર પસંદગી ઉતારી છે. પ્રોડ્યુસર આસિતકુમાર મોદી જલદી જ બંનેમાંથી એક એક્ટ્રેસને સોનુ ભિડેના રોલ માટે ફાઈનલ કરશે. પલક સિદ્ધવાની હજુ તો આ ઈન્ડસ્ટ્રીમાં નવી છે અને માત્ર થોડી જાહેરાતોમાં જ દેખાઈ છે. જ્યારે જીનલ જૈન પવિત્ર રિશ્તા અને યે વાદા રહા જેવી સીરિયલોમાં કામ કરી ચૂકી છે. છેલ્લે જીનલ ‘પ્યાર કે પાપડ’માં દેખાઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
ટેકનોલોજી
Advertisement