શોધખોળ કરો

Junior NTR: સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર છોડી દેશે એક્ટિંગ! કેમ કહ્યું તે હવે ફિલ્મો સાઇન નહી કરે?

Junior NTR: હૈદરાબાદમાં એક ઈવેન્ટમાં સાઉથ સુપરસ્ટારે કહ્યું, "હું ફિલ્મો કરવાનું બંધ કરી દઈશ." તમને જણાવી દઈએ કે અભિનેતા તાજેતરમાં જ લોસ એન્જલસમાં ઓસ્કારમાં હાજરી આપીને હૈદરાબાદ પરત ફર્યો હતો.

Junior NTR In Hyderabad: સાઉથનો સુપરસ્ટાર જુનિયર એનટીઆર તેની ફિલ્મ 'એનટીઆર 30' માટે ચર્ચામાં રહે છે. આ દરમિયાન અભિનેતાએ ખૂબ જ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. જે હવે લાઈમલાઈટમાં છે. એનટીઆર તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે હૈદરાબાદ પહોંચ્યા હતા. જ્યાં તેણે ફેન્સને કહ્યું કે, 'હવે તે ફિલ્મો સાઈન કરવાનું બંધ કરી દેશે'.

ચાહકોથી પરેશાન એનટીઆરએ આ વાત કહી

ફેન્સ વારંવાર ફિલ્મ વિશે હૈદરાબાદ ઇવેન્ટમાં પહોંચેલા જુનિયર એનટીઆરને સવાલ કરી રહ્યા હતા. જેના પર અભિનેતાએ કહ્યું, "હું કોઈ ફિલ્મ નથી કરી રહ્યો અને જો તમે વારંવાર પૂછશો તો હું ફિલ્મો કરવાનું બંધ કરી દઈશ." આનો એક વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

અભિનેતાના ગીતે ઓસ્કાર જીત્યો છે

એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR'ના 'નાટુ-નાટુગીતને હાલમાં જ ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. જેમાં જુનિયર એનટીઆર અને રામ ચરણે બેંગ ડાન્સ મૂવ્સ કર્યા છે. ગીતને રાહુલ સિપલીગંજ અને કાલ ભૈરવે પોતાનો અવાજ આપ્યો છે. ગીતો સિવાયફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના ઘણા રેકોર્ડ તોડ્યા છે. આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પણ નાના રોલમાં જોવા મળી હતી. તે રામચરણની પત્ની સીતાના રોલમાં હતી.

View this post on Instagram
 
A post shared by Jr NTR (@jrntr)

એનટીઆર આ ફિલ્મમાં જાહ્નવી કપૂર સાથે જોવા મળશે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તોજુનિયર NTR આ દિવસોમાં 'NTR 30'ના શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં તે જાન્હવી કપૂર સાથે જોવા મળશે. જાન્હવી આ ફિલ્મથી તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવાની છે. આ ફિલ્મ એપ્રિલ 2024ના રોજ રીલિઝ થઈ રહી છે.

આ પણ વાંચો: Oscar 2023: ગુનીત મોંગાએ ઓસ્કારને લઈ કર્યો ધડાકો, થયું હળહળતું અપમાન

Guneet Monga On Oscar Speech Video: ઓસ્કર 2023માં ભારતીય ફિલ્મોએ ઈતિહાસ સર્જી દીધો છે. આ વખતે ફિલ્મ જગતના સૌથી શ્રેષ્ઠ કહેવાતા આ એવોર્ડ શો માં ભારતીય ફિલ્મોનો દબદબો રહ્યો હતો. આ વર્ષના ઓસ્કારમાં પીઢ દિગ્દર્શક એસએસ રાજામૌલીની 'RRR'ની 'નાતુ નાટુ'ને શ્રેષ્ઠ મૂળ ગીતની શ્રેણી અને બોલિવૂડ ફિલ્મ નિર્માતા ગુનીત મોંગાની દસ્તાવેજી 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ'એ આ વર્ષે ઓસ્કારમાં શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મની શ્રેણી જીતી હતી. જોકે 95માં ઓસ્કારમાં ગુનીત મોંગા સાથે ભેદભાવના સમાચાર સામે આવ્યા હતા. જેમાં ગુનીતને વિજેતા ભાષણમાં વધુ બોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ગુનીત મોંગાએ આ મામલે મૌન તોડતા વિવાદ સર્જાયો છે.

ગુનીત મોંગાએ ઓસ્કાર વિજેતા ભાષણ વિશે વાત કરી

પોતાની ડોક્યુમેન્ટ્રી 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ' દ્વારા 2023માં ઓસ્કાર એવોર્ડ જીતનાર ગુનીત મોંગાએ તાજેતરમાં બોમ્બે ટાઈમ્સને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન, ગુનીત મોંગાએ તે ઘટના વિશે વાત કરી જ્યારે ફિલ્મ નિર્માતાએ ઓસ્કાર જીત્યા બાદ સ્ટેજ પરના તેમના વિજેતા ભાષણ દરમિયાન વિક્ષેપ પાડ્યો હતો. આ બાબતે ગુનીતે કહ્યું છે કે, લોકો ખૂબ જ ખરાબ અનુભવી રહ્યા છે કે મને ઓસ્કાર જીત્યા બાદ બોલવા ના દેવામાં આવી. જેના માટે એકેડમીને ખૂબ જ આકરા શબ્દોમાં ખરી ખોટી સાંભળવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અને ટ્વીટ દ્વારા એકેડમીના આ પ્રકારના વર્તન સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુનીત મોંગાએ કહ્યું હતું કે, મને મારી વાત કહેવાની તક જ ના આપવામાં આવી. આ સમગ્ર ભારતની ક્ષણ હતી, જે મારી પાસેથી છીનવાઈ ગઈ હતી. હું માત્ર એટલું જ કહેવા માંગતી હતી કે મારી ફિલ્મ ભારતમાં નિર્મિત પ્રથમ ફિલ્મ છે જેણે ઓસ્કાર જીત્યો હતો.

ગુનીતે દેશનું સન્માન વધાર્યું

આજે આખો દેશ ગુનીત મોંગાના વખાણ કરી રહ્યો છે અને તેને અભિનંદન આપી રહ્યો છે. એ સ્વાભાવિક પણ છે કારણ કે, ગુનીત મોંગાની ટૂંકી ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ' ઓસ્કાર જીતનારી પ્રથમ ભારતીય દસ્તાવેજી ફિલ્મ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધ્યેય સત્તાનો કે સેવાનો?Hun To Bolish : હું તો બોલીશ : ICUમાં આરોગ્ય કેન્દ્રJetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશRetired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Embed widget