શોધખોળ કરો
Advertisement
આ બોલિવૂડ એક્ટરનો PM મોદીને ઓપન લેટર, કહ્યું- ‘નોટબંધી કરતાં પણ મોટી ભૂલ છે લોકડાઉન’
મને એ વાતનો ડર છે કે જે રીતે ડિમોનેટાઈઝેન બાદ દેશને નુકસાનનું ભોગવવું પડ્યું છે એવી જ રીતે લોકડાઉનની સાથે પણ થતું જોવા મળી રહ્યું છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના પ્રકોપની વચ્ચે ભારત સરકાર દ્વારા 3 સપ્તાહનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એવામાં ઘણાં લોકો જીવનજરૂરીયાત વસ્તુ લેવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દેશમાં જે ગરીબ વર્ગના લોકો છે તેમને બે ટંકનું ભોજન મેળવવામાં પણ મુશ્કેલી થઈ રહી છે જ્યારે લોકો આ લોકડાઉનને કારણે બેરોજગાર થઈ ગયા છે. આ વાત સાઉથના સુપરસ્ટાર એક્ટર અને રાજનેતા કમલ હાસનન માટે પણ ચિંતાનો વિષય બની ગઈ છે અને તેણે એક પત્ર લખીને પોતાની વાત સામે રાખી છે.
કમલ હાસને પોતાના લેટરમાં કહ્યું કે, પીએમ દ્વારા દેશભરમાં લોકડાઉનના નિર્ણયથી અસંતુષ્ટ છે અને તેમને એવું લાગે છે કે લોકડાઉન મોદી સરકાર દ્વારા કરવામાં આવેલ નોટબંધી બાદ સૌથી મોટી ભૂલ છે. કમલ હાસને લખ્યું કે- મેં 23 માર્ચના રોજ લખેલ એક મારા પત્રમાં વિનંતી કરી હતી કે આવી સ્થિતિ ઉભી ન કરવામાં આવે કે જેથી દેશભરમાં ગરીબોને મુશ્કલીનો સામનો કરવો પડે. પરંતુ તેના બીજા જ દિવસે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી. ઠીક એવી જ રીતે જે રીતે નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં મને પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો. પરંતુ હું ખોટો હતો અને તમે પણ ખોટા હતા. સમયે તમને ખોટા સાબિત કર્યા છે.
તમે દેશના લીડર છો અને 1.4 બોલિયન લોકો તમારી આજ્ઞાનું પાલન કરે છે. આજે વિશ્વભરમાં કોઈપણ બીજો નેતા એવો નથી જેની આટલી માસ ફોલોઇંગ હોય. સમગ્ર દેશ તમારા પર વિશ્વાસ કરે છે. અમે બધા તમારા નિર્દેશો પર ચાલવા માટે તૈયાર છીએ. હું પણ એક લીડર છું અને એક લીડર હોવાને કારણે લોકડાઉનને લઈને મારા કેટલાક સવાલ છે.
મને એ વાતનો ડર છે કે જે રીતે ડિમોનેટાઈઝેન બાદ દેશને નુકસાનનું ભોગવવું પડ્યું છે એવી જ રીતે લોકડાઉનની સાથે પણ થતું જોવા મળી રહ્યું છે. ગરીબોની રોજગારી જોખમમાં છે અને તેમની દેખરેખ કરનારું તમારા સિવાય કોઈ નથી. જ્યાં એક બાજુ તમારા કહેવા પર લોકો દીવા પ્રગટાવે છે તો બીજી બાજુ દેશમાં એવા પણ ગરીબ છે જેમની પાસે ભોજન બનાવવા માટે તેલ પણ નથી. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાઈરસના સંક્રમિતોના દર્દીઓનો આંકડો 4500ને પાર કરી ગયો છે.સૌથી વધારે 33 કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના કારણે 132 લોકોના મોત થયા છે, જેમાં સૌથી વધારે 46 લોકોના મોક મહારાષ્ટ્રમાં જ થયા છે. આ આંકડાઓ covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. જો કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, સોમવારે 9 વાગ્યા સુધી સંક્રમિતોની સંખ્યા 4067 છે. જેમાંથી 291 સ્વસ્થ થઈ ચુક્યા છે, જ્યારે 109 દર્દીઓનું મોત થયું છે.My open letter to the Honourable Prime Minister @PMOIndia @narendramodi pic.twitter.com/EmCnOybSCK
— Kamal Haasan (@ikamalhaasan) April 6, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
આરોગ્ય
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion