શોધખોળ કરો
Advertisement
અમેરિકાના ટેલિવિઝન શોમાં પ્રિયંકા ચોપડાએ કમલા હેરિસ વિષે કરી આવી વાત....
અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ બન્ચા બાદ કમલા હેરિસને સમગ્ર દુનિયામાંથી સમર્થન અને શુભકામના મળી રહી છે. ભારતનું તેમને સૌથી વધુ સમર્થન મળ્યું છે. પ્રિયંકા ચોપડા તેમની નવી ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર”ના પ્રમોશન માટે અમેરિકાના સૌથી પ્રસિદ્ધ શો ‘ ધ લેટ શો વિથ સ્ટીફન કોલબર્ટ’ ગઇ હતી. શોમાં તેમણે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનાવા માટે શુભકામના પાઠવી હતી.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બન્ચા બાદ કમલા હેરિસને સમગ્ર દુનિયાભરમાંથી સમર્થન અને શુભકામના મળી રહી છે. ભારતનું તેમને સૌથી વધુ સમર્થન મળ્યું છે. હવે એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ કહ્યું છે કે, “કમલા હેરિસનું અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનવું એ ઘડી મારા ખુદ માટે અને મારા મિત્રો, પરિવાર માટે એક ભાવુક પળ હતી” પ્રિયંકાએ આ વાત અમેરિકાના ટેલિવિઝન શો દરમિયાન કહી હતી.
પ્રિયંકાએ કહ્યું, ‘વેલકમ ટૂ ક્બલ અમેરિકા’
પ્રિયંકા ચોપડા તેમની નવી ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર”ના પ્રમોશન માટે અમેરિકાના સૌથી પ્રસિદ્ધ શો ‘ ધ લેટ શો વિથ સ્ટીફન કોલબર્ટ’માં ગઇ હતી. શોમાં તેમણે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનાવા માટે કમલા હેરિસને શુભકામના પાઠવી હતી. શો દરમિયાન સ્ટીફ કોલબર્ટે કમલા હેરિસ વિશે પ્રિયંકાને સવાલ કર્યો હતો. આ સવાલનો જવાબ આપતા પ્રિયંકાએ જણાવ્યું હતું કે, “હું ભારતીય યુવતી છું અને મારા દેશમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના અનેક પદ પર મહિલાએ સેવા આપી છે. કમલા હેરિસને હું માત્ર આટલું જ કહીશ ક્લબ અમેરિકામાં આપનું સ્વાગત છે. અમેરિકાના ઉપરાષ્ટ્ર બનવા સાથે આ ખૂબ સરસ શરૂઆત છે. આશા રાખીએ કે, બહુ ઝડપથી મહિલાઓ રાજનૈતિક ક્ષેત્રમાં આગળ આવે અને સરકારનો હિસ્સો બને”
પ્રિયંકા ચોપડાની નવી ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’ રીલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મ લેખક અરવિંદ અડિગાના ઉપન્યાસ ‘ધ વ્હાઇટ ટાઇગર’ પર આધારિત છે. આ ફિલ્મ બુકર પ્રાઇઝ મેળવી ચૂકી છે. આ ફિલ્મમાં પ્રિંયકા ચોપડા પિન્કીનો રોલ અદા કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement