Kangana on Mahatma Gandhi: કંગનાએ ગાંધીજીને સત્તાના લાલચી અને ચાલક કહ્યાં, ઇતિહાસ વાંચવાની સલાહ આપતા કહી દીધી આવી વાત
Kangana on Mahatma Gandhi: કંગનાએ બાપુને સત્તાના ભૂખ્યા અને ચાલાક ગણાવ્યા છે. આ પહેલા કંગનાએ ભારતની આઝાદી ભીખમાં મળી હોવાનું નિવેદન કર્યું હતું.
Kangana on Mahatma Gandhi: કંગનાએ બાપુને સત્તાના ભૂખ્યા અને ચાલાક ગણાવ્યા છે. આ પહેલા કંગનાએ ભારતની આઝાદી ભીખમાં મળી હોવાનું નિવેદન કર્યું હતું. કંગના અવિચારી નિવેદનના પગલે જયપુરમાં કોંગ્રેસના એક નેતા દ્વારા કંગના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અભિનેત્રી કંગના રનૌતના બોલ ફરી બગડ્યાં છેય આ વખતે કંગનાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર નિશાન સાધ્યું છે. કંગનાએ સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર બે લાંબા મેસેજ કર્યા છે. એક મેસેજમાં કંગનાએ લખ્યું કે, “તમે ગાંધીજીના પ્રશંસક અથવા નેતાજીના સમર્થક બની શકો છો. તમે બંને ન બની શકો. પસંદ કરો અને નક્કી કરો." કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં લખેલા સંદેશમાં, તેણે બાપુને સત્તાના ભૂખ્યા અને ચાલાક પણ કહી દીધા, આ પહેલા કંગનાએ ભારતની આઝાદીને ભીખ કહી હતી. કંગનાના બગડેલા બોલ સામે રાજસ્થાનની રાજધાની જયપુરમાં કોંગ્રેસના એક નેતા દ્વારા કંગના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગાંધીજીને લઇને કંગનાએ શું લખ્યું
કંગનાએ લખ્યું- "જે લોકો આઝાદી માટે લડ્યાં હતા તે લોકોએ તેમના માલિકોને સોંપી દીધા,, જેમની પાસે ન તો હિંમત હતી કે ન તો લડવાનો જુસ્સો, આ સત્તાના ભૂખ્યા અને ચાલાક લોકો હતા. તેમણે જ શીખવ્યું હતું કે જો કોઈ તમારા એક ગાલ પર થપ્પડ મારે તો તેની સામે બીજો ગાલ ધરવો, આ રીતે તો આઝાદી નહી ભીખ જ મળે.
બીજી પોસ્ટમાં કંગના શું લખ્યું
કંગના રનૌતે પોતાની બીજી પોસ્ટમાં લોકોને ઈતિહાસ વિશે જાણવાની શીખ આપતા લખ્યું કે, ગાંધીજી ભગત સિંહને ફાંસી પર લટકાવવા માંગતા હતા. કંગનાએ લખ્યું, "ગાંધીએ ક્યારેય ભગત સિંહ અને નેતાજીનું સમર્થન કર્યું નથી. એવા ઘણા પુરાવા છે જે દર્શાવે છે કે ગાંધીજી ભગતસિંહને ફાંસી આપવા માંગતા હતા. એટલા માટે આપને પસંદ કરવું પડશે કે આપને કોની પસંદગી કરવી છે. કારણે કે, દર વર્ષે તેમને ની જન્મજયંતિ પર યાદ રાખવા પૂરતું નથી. સાચું કહું તો, આ માત્ર મૂર્ખતા નથી પણ ખૂબ જ બેજવાબદાર અને ઉપરછલ્લું વર્તન છે. લોકોને ઈતિહાસ અને ખાસ કરીને તેમના પસંદ કરેલા હીરોના ઇતિહાસની જાણકારી હોવી જોઇએ