IMDb રેટિંગમાં બેસ્ટ ઇન્ડિયન ફિલ્મ બની કાંતારા, 13 દિવસમાં 90 કરોડની કરી કમાણી, KGF 2નો તોડ્યો રેકોર્ડ
કન્નડ ભાષાની ફિલ્મ કાંટારા હાલ સર્વત્ર ધૂમ મચાવી રહી છે. તાજેતરમાં, આ ફિલ્મ IMDb પર શ્રેષ્ઠ રેટિંગ મેળવનારી ભારતીય ફિલ્મ બની છે. આ ફિલ્મે IMDb પર 9.4 રેટિંગ મેળવીને રેકોર્ડ બનાવ્યો છે.
કન્નડ ભાષાની ફિલ્મ કાંટારા હાલ સર્વત્ર ધૂમ મચાવી રહી છે. તાજેતરમાં, આ ફિલ્મ IMDb પર શ્રેષ્ઠ રેટિંગ મેળવનારી ભારતીય ફિલ્મ બની છે. આ ફિલ્મે IMDb પર 9.4 રેટિંગ મેળવીને રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ KGF 2ના નામે હતો. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ફિલ્મે 13 દિવસમાં લગભગ 90 કરોડની કમાણી કરી લીધી છે અને હજુ પણ તેનો ગ્રાફ સતત વધી રહ્યો છે. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. તાજેતરમાં, અભિનેતા ધનુષે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફિલ્મની પ્રશંસા કરી હતી.
ધનુષે ફિલ્મના વખાણ કર્યા
પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મના વખાણ કરતા ધનુષે લખ્યું, "કાંતારા એક અદ્ભુત ફિલ્મ છે,ફિલ્મની ટીમે આ મામલે પોતાના પર ગર્વ કરવું જોઇએ. ફિલ્મ હોમ્બલે માટે અભિનંદન, તમે લોકો આ રીતે કામ કરતા રહો. "
ફિલ્મે માત્ર કર્ણાટકમાં જ 70 કરોડની કમાણી કરી
ઋષભ શેટ્ટી દ્વારા નિર્દેશિત કંતારા 30 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રિલીઝ સાથે, ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો. આ ફિલ્મે રિલીઝ થયા બાદ લગભગ 90 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે માત્ર કર્ણાટકમાં જ 70 કરોડની કમાણી કરી છે.
આ ફિલ્મ અન્ય ભાષાઓમાં પણ રિલીઝ થશે
ફિલ્મની જબરદસ્ત સફળતા જોઈને મેકર્સે તેને અન્ય ભાષાઓમાં પણ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મ હિન્દી ભાષામાં 14 ઓક્ટોબરે જ્યારે તમિલ અને તેલુગુ ભાષામાં 15 ઓક્ટોબરે રિલીઝ થશે. KGF પછી કાંટારા બીજી આવી કન્નડ ફિલ્મ છે જેને દર્શકો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.