શોધખોળ કરો
Advertisement
અક્ષય કુમાર-કરિના કપૂરની ફિલ્મ 'ગુડ ન્યૂઝ'એ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે કરી આટલા કરોડની કમાણી ? જાણો
બોક્સ ઓફિસ પર ગુડ ન્યૂઝ ફિલ્મની ટક્કર સલમાન ખાનની ફિલ્મ 'દબંગ 3' સાથે છે.
મુંબઈ: અક્ષય કુમાર અને કરિના કપૂરની ફિલ્મ ગુડ ન્યૂઝ શુક્રવારે રિલીઝ થઈ છે. ગુડ ન્યૂઝ ફિલ્મને ક્રિટિક્સનો સારો પ્રતિસાદ મળ્યો છે. બોક્સ ઓફિસ પર ફિલ્મની શાનદાર ઓપનિંગ થઈ છે. રિપોર્ટ્સ મુજબ કરિના અક્ષયની ફિલ્મ ગુડ ન્યૂઝે પ્રથમ દિવસે 17-19 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
ઉલ્લેખનીય છે કે સવારમાં ફિલ્મ ગુડ ન્યૂઝની કમાણી ધીમે ચાલી રહી હતી, પરંતુ સાંજ પડતા ફિલ્મે સારી પકડ બનાવી લીધી હતી. ફિલ્મે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કર્યું છે. આ ફિલ્મ વીકેન્ડ પર સારી કમાણી કરશે તેવી આશા છે.
બોક્સ ઓફિસ પર ગુડ ન્યૂઝ ફિલ્મની ટક્કર સલમાન ખાનની ફિલ્મ 'દબંગ 3' સાથે છે. 'દબંગ 3' ફિલ્મ હોવા છતાં અક્ષય-કરિના કપૂરની ફિલ્મ ' ગુડ ન્યૂઝ' સારૂ પ્રદર્શન કર્યું છે. દબંગ 3 ગત અઠવાડિયે 20 ડિસેમ્બરના રિલીઝ થઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
રાજકોટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion