શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રિલીઝ થયાના થોડાક જ કલાકોમાં લીક થઈ કાર્તિક-સારાની ફિલ્મ ‘Love Aaj kal 2’
ફિલ્મને લઈને દર્શકોમાં મિક્સ રિવ્યૂ જોવા મળી રહ્યાં છે. એવામાં ફિલ્મ લીક થતા તેની કમાણી પર અસર પડી શકે છે.
![રિલીઝ થયાના થોડાક જ કલાકોમાં લીક થઈ કાર્તિક-સારાની ફિલ્મ ‘Love Aaj kal 2’ kartik aryan and sara ali khan Film love aaj kal leaked online by tamilrockers રિલીઝ થયાના થોડાક જ કલાકોમાં લીક થઈ કાર્તિક-સારાની ફિલ્મ ‘Love Aaj kal 2’](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/15035133/lovaajkal.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સારા અલી ખાન અને કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ લવ આજકલ શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં બન્ને કેમેસ્ટ્રી જબરજસ્ત લાગી રહી છે. પરંતુ ફિલ્મ રિલીઝ થયાના થોડા ક જ કલાકોમાં ઓનલાઈન લીક થઈ ગઈ છે. આ ફિલ્મને તમિલ રૉકર્સ દ્વારા લીક કરવામાં આવી છે.
ફિલ્મને લઈને દર્શકોમાં મિક્સ રિવ્યૂ જોવા મળી રહ્યાં છે. એવામાં ફિલ્મ લીક થતા તેની કમાણી પર અસર પડી શકે છે. આ પહેલા આદિત્ય રૉય કપૂર અને દિશા પટણીની ફિલ્મ પણ લીક થઈ હતી, પરંતુ ટ્રેડ નિષ્ણાતો અનુસાર ફિલ્મ બોક્સ ઓફિસ સારુ પ્રદર્શન કરી રહી છે.
અગાઉ પણ તમિલ રોકર્સ અનેક ફિલ્મો લીક કરી ચૂક્યું છે. આજકાલ તમામ ફિલ્મો માટે સૌથી મોટો ખતરો પાયરેસી વેબસાઈટ તમિલ રૉકર્સ બની ગઈ છે.
ફિલ્મ વર્ષ 2009માં આવેલી ફિલ્મ ‘લવ આજકલ’ની સિક્વલ છે. જેના પ્રથમ ભાગમાં સૈફઅલી ખાન અને દીપિકા પાદૂકોણ જોવા મળ્યા હતા. હવે આશરે 10 વર્ષ બાદ ફિલ્મની સિક્વલ રિલીઝ થવાની છે. આ સિક્વલમાં સૈફની દિકરી સારા અલી ખાન લીડ રોલમાં છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)