ક્રિષ્ના અને કશ્મીરાએ અમેરિકાના લાસ વેગાસમાં લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં કશ્મીરાની કોલેજ ફ્રેન્ડ પૂજા બત્રા સહિત કેટલાક મિત્રો જ હાજર રહ્યા હતા.
2/5
કશ્મીરા કહે છે કે, “પ્રેગ્નન્સી કંસીવ કરવા માટે મેં દરેક સંભવ પ્રયત્નો કર્યા છે. એક દિવસ મારા ડૉક્ટરે મને સલાહ આપી કે તમારે સરોગસીનો સહારો લેવો જોઇએ, અને જલદી આ મામલે નિર્ણય લો કેમ કે ભારતમાં બહુ જલદી સરોગસી પર પ્રતિબંધ લાગી શકે છે. હું એ સરોગેટ મધરને દિલથી ધન્યવાદ કરું છું, જેણે દર્દ સહીને અમારા બાળકોને જન્મ આપ્યો.”
3/5
એક વેબસાઇટ સાથેની વાતચીતમાં કશ્મીરાએ જણાવ્યું કે, ફેમિલી પ્લાનિંગ મુજબ પોતાના કામથી દૂરી બનાવી લીધી હતી અને ગત ત્રણ વર્ષમાં પ્રેગ્નન્સી કંસીવ કરવાની કોશિશ કરવા છતાં એવું ન થયું. નેચરલી પ્રેગ્નન્સી કંસીવ ન થવાથી મારી હેલ્થ પણ ડાઉન થઇ ગઇ હતી. જેથી બાળકો માટે IVF ટેક્નોલોજીનો સહારો લીધો હતો. કશ્મીરાએ કહ્યું કે, તમે વિશ્વાસ નહીં કરો કે 14 વખત મારા પ્રેગ્નેન્સી ફેલ થઇ હતી. આમાં મેં IVF ઇન્જેક્શનનો પણ સહારો લીધો જેનેથી મારો બહુ વજન વધી ગયો હતો.
4/5
મુંબઇઃ કોમેડિયન ક્રિષ્ના અને તેની પત્ની કશ્મીરા શાહ એક બાળકીને દતક લેશે. આ કપલ ગયા વર્ષે જુડવા બાળકોના પેરેન્ટ્સ બન્યા હતા. ઉલ્લેખનીય છે કે આ બાળકોનો જન્મ સરોગેસી દ્વારા થયો હતો. બાળકોના જન્મ બાદ કશ્મીરાએ ખુલાસો કર્યો કે એમની પ્રેગ્નન્સી 14 વખત નિષ્ફળ થઇ ગઇ હતી. કશ્મીરાના જણાવ્યા મુજબ બંને બહુ જલદી એક બાળકીને દતક લેશે.
5/5
કશ્મીરા કહે છે કે આ વજન ઘટાડવો મારા માટે બહુ મુશ્કેલ થઇ ગયું. મારી કમર 24થી 32 થઇ ગઇ અને આ ફેઝ મારા માટે બહુ ભયાનક હતું. પરંતુ મેં હાર ન માની. આ સમયગાળા દરમિયાન કેટલાય લોકો મારા પર કમેન્ટ કરતા હતા કે ફિગર માટે પ્રેગ્નન્ટ ન થઇ, પણ એવું નથી.