શોધખોળ કરો
આ એક્ટ્રેસને સલમાન ખાને ગીફ્ટમાં આપી લક્ઝરી કાર! કિંમત જાણીને ચોંકી જશો....

નવી દિલ્હીઃ કેટરીના કૈફે દુબઈ ટૂર પરથી પરત આવ્યા બાદ પોતાની લક્ઝરી કાર કલેક્શનમાં નવી રેન્જ રોવરનો ઉમેરો કર્યો છે. અંદાજે 50-65 લાખ રૂપિયાની લક્ઝરી કારના નવા નંબર માટે કેટરીના કૈફે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કેટલાક અહેવાલમાં એવી પણ ચર્ચા છે કે, કેટરીના કૈફને કાર સલમાન ખાને ગિફ્ટમાં આપી છે.
અહેવાલ અનુસાર સલમાન ખાને થોડા સમય પહેલા 4 લક્ઝરી કાર ખરીદી હતી. તમામ કારની કિંમત 50 લાખ રૂપિયાની હોવાનું કહેવાય છે. આમાં એક કાર સલમાને પોતાના માટે એક કાર પોતાની બહેન અર્પિતા માટે, ત્રીજી ભાઈ અરબાઝ માટે અને ચોથી કાર કેટરીના કૈફ માટે ખરીદી હતી.
અહેવાલ અનુસાર સલમાન ખાને થોડા સમય પહેલા 4 લક્ઝરી કાર ખરીદી હતી. તમામ કારની કિંમત 50 લાખ રૂપિયાની હોવાનું કહેવાય છે. આમાં એક કાર સલમાને પોતાના માટે એક કાર પોતાની બહેન અર્પિતા માટે, ત્રીજી ભાઈ અરબાઝ માટે અને ચોથી કાર કેટરીના કૈફ માટે ખરીદી હતી. છેલ્લા કેટલાક સમયમાં કેટરીના કૈફ અને સલમાન ખાન દુબઈમાં દબંગ ટૂર માટે ગયા હતા. ત્યાં હવામાન ખરાબ હોવાથી ટૂર કેન્સલ થઈ હતી. વર્કફ્રંટની વાત કરીએતો કેટરીના કૈફ ફિલ્મ ઝીરો પછી સલમાન ખાન સાથે ભારતમાં જોવા મળશે. કેટરીના કૈફે સોશિયલ મીડિયા પર સલમાન સાથેની તસવીરો શેર કરી છે.
વધુ વાંચો





















