KGF Actor Died: કેજીએફ ફેમ એક્ટરનું થયુ નિધન, મનોરંજન જગતમાં ફેલાઇ શોકની લહેર
આ ફિલ્મ સાથે જોડાયેલા એક્ટર મોહન જુનેજા (Mohan Juneja)નું 7 મે 2022 ની સવારે નિધન થઇ ગયુ છે.
KGF 2 Actor Died: દુનિયાભરમાં પોતાના નાનો ડંકો વગાડનારી ફિલ્મ 'કેજીએફ ચેપ્ટર 2' (KGF Chapter 2) વિશે તો બધા જાણે છે, પરંતુ હવે આ મૂવીના ફેન માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મ સાથે જોડાયેલા એક્ટર મોહન જુનેજા (Mohan Juneja)નું 7 મે 2022 ની સવારે નિધન થઇ ગયુ છે.
It's truly shocking to know that our beloved Monster uncle Mohan Juneja sir is no more💔
— K.G.F ANALYST🕵🏼♂️ (@KGFAnalyst) May 7, 2022
We miss you...Rest in peace sir. pic.twitter.com/9VZD3IkaBo
રિપોર્ટનુ માનીએ તો મોહન જુનેજા લાંબા સમયથી બિમારીથી પીડિત હતા, અને હૉસ્પીટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, એક્ટરે બેંગ્લુરુની એક પ્રાઇવેટ હૉસ્પીટલમાં અંતિમ શ્વાસ લીધો છે. રિપોર્ટ છે કે એક્ટરનો અંતિમ પણ આજે જ કરવામા આવી શકે છે. મોહન જુનેજા એક કૉમેડિયન એકટર હતો અને તેની કૉમેડીથી તેને સાઉથ ફિલ્મોમાં આગાવી ઓળખ બનાવી હતી.
મોહન જુનેજા એક્ટિંગની શરૂઆત કૉમેડિયન તરીકે કરી હતી, કેજીએફમાં પત્રકાર આનંદના ઇનફોર્મરની ભૂમિકા નિભાવી હતી. મોહન જુનેજાએ આ પહેલા તામિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ભાષાની કેટલીય ફિલ્મોમાં કામ કર્યુ છે. તેને પોતાની કેરિયરમાં 100થી વધુ મૂવીમાં કામ કર્યુ હતુ.
આ પણ વાંચો........
સંસ્કૃત ભાષાને વ્યવહારમાં લાવવા વધુ એક પગલું, સોમનાથ મંદિરના પુજારીઓ સંસ્કૃતમાં વાતચીત કરશે
Health: ઉનાળામાં આ 5 ફૂડનું કરો સેવન, ગરમીમાં પણ રહેશો સ્વસ્થ
Health tips: વજન ઘટાડવા ઘરે બેઠા જ કરો આ કામ સરળતાથી ઉતરી જશે વજન
Sri Lanka Emergency: શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ, રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કરી જાહેરાત